બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Alpesh Thakor made a statement on Rahul Gandhi's weakness, said that he does not check whether the message is true or false.

ગુજ'રાજ' 2022 / અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીની કમજોરી પર આપ્યું નિવેદન, કહ્યું મેસેજ મળે તે સાચો છે કે ખોટો તેની તપાસ નથી કરતાં

Megha

Last Updated: 10:14 AM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીના વીર સાવરકર પર આપવામાં આવેલ નિવેદનની નિંદા કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ' એમને આવી તુચ્છ વાતો કરીને રાજનીતિ ન કરવી જોઈએ.'

  • અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીની નબળાઈ ગણાવી
  • રાહુલ ગાંધીના વીર સાવરકર પર આપવામાં આવેલ નિવેદનની નિંદા કરી 
  • ' લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે આ નેતા' - ઠાકોર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે એવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અન્ય પછાત વર્ગ (OBC) નેતા અલ્પેશ ઠાકોર પણ આ પ્રચારમાં ઘણા વ્યસ્ત છે. જણાવી દઈએ કે ભાજપે તેમને ગુજરાતની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ બધા વચ્ચે અલ્પેશ ઠાકોરે રવિવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે મોટી વાત કહી હતી. એમને રાહુલ ગાંધીના વીર સાવરકર પર આપવામાં આવેલ નિવેદનની નિંદા કરતા કહ્યું હતું કે ' એમને આવી તુચ્છ વાતો કરીને રાજનીતિ ન કરવી જોઈએ.' સાથે જ  તેમણે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેઓ કયું ભારત જોવા માગે છે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે એ લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે અને જૂના નેતાઓની વાત કરીને તમે શું સાબિત કરવા માગો છો?

અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીની નબળાઈ ગણાવી
અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીની નબળાઈઓ ગણાવતા કહ્યું હતું કે તેમને જે મેસેજ મળે છે તે ખોટો મળે છે કે સાચો છે તેની તપાસ કરતા નથી. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટીને બદલે પોતાના વ્યક્તિગત એજન્ટો માટે કામ કરી રહ્યા છે અને એટલા માટે રાહુલ ગાંધી સુધી સત્ય નથી પહોંચતું અથવા તો તેઓ સત્ય સમજવા નથી માંગતા. બીજી તરફ ભાજપના નેતા નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ એ લોકો સીધા કાર્યકરો સાથે જોડાયેલા છે અને બંને નેતાઓ પાયાના સ્તરે કાર્યકરો સાથે જોડાયેલા રહે છે.

'લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે નેતા'
ઠાકોરે રાહુલ ગાંધીના સાવરકર પરના નિવેદન પર કહ્યું હતું કે 'સાવરકર અને આરએસએસ માટે બોલીને રાહુલ ગાંધી શું સંદેશ આપવા માંગે છે. આ અંગે નિવેદન આપવાથી કોંગ્રેસને શું ફાયદો થશે એ મારા સમજની બહાર છે. કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.'

' ગુજરાતને આગળ લઈ જશે બીજેપી'
આ ઉપરાંત ઠાકોરે કહ્યું હતું કે કે આવનારા દિવસોમાં ભાજપ રાજ્યને આગળ લઈ જશે અને આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યે ઘણું હાંસલ કર્યું છે. આ સાથે એમને કહ્યું કે આ જ કારણ છે કે દરેક વ્યક્તિ કહી શકે છે કે 'મેં આ ગુજરાત બનાવ્યું છે'.

જણાવી દઈએ કે અન્ય પછાત વર્ગો (OBC) ના નેતા અલ્પેશ ઠાકોરે ગુરુવારે ગુજરાતના ગાંધીનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

2019 માં પેટાચૂંટણી હારી ગયા હતા ઠાકોર 
ઠાકોર ભાજપની ટિકિટ પર ઉત્તર ગુજરાતની રાધનપુર બેઠક પરથી 2019ની પેટા ચૂંટણી હારી ગયા અને આ વખતે તેમને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો કે આ પછી તેમણે પત્રકારોને કહ્યું કે મને વિશ્વાસ છે કે અમારા કાર્યકરોના સમર્થનથી ભાજપ રાજ્યમાં જંગી જીત મેળવશે. ઠાકોર અન્ય પછાત વર્ગોના નેતા તરીકે પ્રખ્યાત થયા જ્યારે તેમણે પાટીદાર સમુદાય માટે OBC ક્વોટામાં અનામતની માંગનો વિરોધ કર્યો અને એમને 2019 માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જો કે 2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા અને રાધનપુર બેઠક પરથી જીત્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ