ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / allu arjun rashmika mandanna pushpa 2 broke music rights record of jawan

મનોરંજન / 'પુષ્પા 2'ના રિલીઝ પહેલા જ 'જવાન'એ રેકોર્ડ તોડ્યો, બની આવું કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ

Published By: Arohi

Last Updated: 12:51 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pushpa-2 Allu Arjun: પુષ્પા-2એ રિલીઝ પહેલા જ જવાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ કરનાર આ પહેલી ભારતીય ફિલ્મ છે. પુષ્પા ધ રાઈઝના ગીત તેલુગુ ઉપરાંત હિંદી અને તમિલમાં પણ ખૂબ જ હિટ થયા છે.

ADVERTISEMENT

તેલુગુ સિનેમાના અભિનેતા અલ્લૂ અર્જૂનની 15 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પુષ્પા-2એ રિલીઝ પહેલા જ જવાન, આરઆરઆર, સાહો અને બાહુબલી-2 જેવી ફિલ્મને પોતાના મ્યુઝિક રાઈટ્સને લઈને પાછળ છોડી દીધા છે. નિર્દેશક સુકુમારની આ ફિલ્મમાંદેવી શ્રી પ્રસાદ ઉર્ફ ડીએસપીએ સંગીત આપ્યું છે અને આ ફિલ્મના મ્યુઝીકલ રાઈટ્સ જાણકારી અનુસાર 65 કરોડ રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. 

ફિલ્મ પુષ્પા ધ રાઈઝના ગીત તેલુગુના ઉપરાંત હિંદી અને તમિલમાં પણ ખૂબ જ હિટ સાબિત થયા હતા અને હવે પુષ્પા-2 એટલે કે પુષ્પા ધ રૂલના સંગીતને લઈને પણ લોકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. 

8 એપ્રિલે રિલીઝ થયું હતું ટીઝર
સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનના જન્મદિવસ 8 એપ્રિલે તેમની આવનાર ફિલ્મ પુષ્પા-2નું ટીઝર રિલીઝ થયું છે. સંગીતકાર દેવી શ્રી પ્રસાદ ઉર્ફ ડીએસપીની તાલ પર તાંડવ કરતા જોવા મળેલા અલ્લૂ અર્જૂનનું અલગ જ રૂપ દર્શકોએ જોયું.  

લોકોને ખૂબ પસંદ આવ્યું સંગીત 
ફિલ્મ પુષ્પા-2ના ટીઝરમાં સંગીતકાર ડીએસપીની ધુન લોકોને ખૂબ જ પસંદ આવી. ફિલ્મ પુષ્પા-2નું આ ટીઝર તેના હીરો અલ્લૂ અર્જૂનના જન્મદિવસની ભેટના રૂપમાં યુટ્યુબ પર જેવું રિલીઝ કરવામાં આવ્યું. તેણે કલાકની અંદર જ સૌથી ફાસ્ટ પસંદ કરવામાં આવતા ફિલ્મ ટીઝરનો રેકોર્ડ બનાવી દીધો. 

વધુ વાંચો: પુષ્પા 2નું ટીઝર જોયું? આ એક સીન 60 કરોડમાં થયો છે શૂટ, કહાની અદભૂત

છેલ્લી ફિલ્મની જેમ જ આ વખતે પણ અલ્લૂ અર્જૂનની સાથે ફિલ્મ એનિમલથી હિંદી ભાષી રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય થઈ અભિનેત્રી રશ્મિકા મંદાના પણ જોવા મળી. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાન અભિનીત આ ફિલ્મમાં મલયાલમ સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા ફહાદ ફાસિલ પણ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Pushpa-2 Rashmika Mandanna allu arjun jawans પુષ્પા-2 Pushpa 2

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ