ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / allu arjun pushpa 2 teaser gangamma jatara 6 min story

મનોરંજન / પુષ્પા 2નું ટીઝર જોયું? આ એક સીન 60 કરોડમાં થયો છે શૂટ, કહાની અદભૂત

Published By: Arohi

Last Updated: 03:27 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Allu Arjun Pushpa 2 Teaser: ટીઝરમાં અલ્લૂ અર્જૂનનો આ ગેટઅપ એક ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલો છે. જેને 'તિરૂપતિ ગંગમ્મા જતારા' કહેવાય છે. આ ઉત્સવના પાછળ મહિલાઓના સન્માન સાથે જોડાયેલી ખૂબ જ જુની સ્ટોરી છે.

ADVERTISEMENT

અલ્લૂ અર્જૂનની પુષ્પા 2: ધ રૂલનું ટીઝર થોડા દિવસ પહેલા જ સામે આવ્યું. લગભગ 68 સેકન્ડના આ ટીઝરમાં બધા એક જ સીક્વન્સ જોવા મળી રહ્યો હતો અને અલ્લૂ અર્જૂનનો એક જ ગેટઅપ. પરંતુ તેમનો એક ગેટઅપ આટલો પાવરફૂલ હતે કે વારંવાર પુષ્પા-2નું ટીઝર લોકો જોઈ રહ્યા છે. 

ટીઝરમાં અલ્લૂ અર્જૂનનો આ ગેટઅપ એક ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલો છે. જેને 'તિરૂપતિ ગંગમ્મા જતારા' કહેવાય છે. આ ઉત્સવના પાછળ મહિલાઓના સન્માન સાથે જોડાયેલી ખૂબ જ જુની સ્ટોરી છે. જે એક શક્તિશાળી દેવી સાથે જોડાયેલી છે. હવે સામે આવ્યું છે કે આ એક સીક્વન્સ માટે મેકર્સે ખૂબ જ મોટી રકમ ચુકવી છે. 

ફિલ્મના બજેટમાં સૌથી મોટો સીક્વન્સ 
પુષ્પા-2ના ટીઝરમાં અલ્લૂ અર્જૂનના આખા શરીર પર ડાર્ક બ્લૂ રંગ કરવામાં આવ્યો છે. તેમને વિગ લગાવીને સાડી પહેરાવવામાં આવી છે અને મહિલાની જેમ શણગાર કરવામાં આવ્યો છે. 

એક રિપોર્ટ અનુસાર પુષ્પા-2નું આ 'ગંગમ્મા જતારા' સીક્વન્સ ફિલ્મના પ્લોટમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના માટે મેકર્સે મોટી રકમ ખર્ચ કરી છે. તેટલી તો ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સની ફી નથી હોતી. ઘણી બધી હિટ ફિલ્મોનું બજટે પણ આટલું નથી હોતું. 

 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સીક્વન્સ ફિલ્મમાં ફક્ત 6 મિનિટ લાંબુ છે અને આ શૂટ કરવામાં 30 દિવસનો સમય લાગ્યો હતો. પુષ્પા 2માં આ એક સીક્વન્સ પર લગભગ 60 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. 

વધુ વાંચો: સારા-અનન્યા બાદ હવે કોને ડેટ કરી રહ્યાં છે કાર્તિક આર્યન? કહ્યું 'છેલ્લા 2 વર્ષથી હું...'

સૂત્રોએ આ વાતને કન્ફર્મ નથી કરી પરંતુ તેનાથી ઈનકાર પણ નથી કર્યો. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, "હું ફક્ત એટલું જણાવી શકુ છું કે આ એક હાઈ બજેટ સેટ હતો અને આખો માહોલ બનાવવામાં મોટી રકમનો ખર્ચ થયો છે." સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ સીક્વન્સને શૂટ કરવામાં અલ્લૂ અર્જૂનને બેકપેનની સમસ્યા પણ થઈ હતી. છતાં તેમણે સીનને શૂટ કર્યો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Pushpa-2 allu arjun gangamma jatara અલ્લૂ અર્જૂન પુષ્પા-2 Pushpa-2

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ