બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / akhilesh yadav claims lord krishna comes every night in my dream says sp government will be formed in up
Last Updated: 10:50 AM, 4 January 2022
ADVERTISEMENT
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે કહ્યું કે સમાજવાદનો રસ્તો જ હકિકતમાં રામરાજ્યનો રસ્તો છે. અખિલેશ યાદવે દાવો કર્યો કે ભગવાન શ્રીકૃષ્ણ દરેક રાતે પોતાના સપનામાં આવે છે અને કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે.
સપનામાં અખિલેશને ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે?
ADVERTISEMENT
અખિલેશ યાદવે કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ મારા સપનામાં આવે છે અને કાલે પણ આવ્યા હતા. રોજ આવે છે અને કહે છે કે સમાજવાદી સરકાર બનવા જઈ રહી છે. તેમણે કહ્યું કે ભાજપ અનેક વાર રામરાજ્યની વાત કરે છે, પરંતુ હકિકતમાં સમાજવાદનો રસ્તો રામ રાજ્યનો રસ્તો છે. જે દિવસે સંપૂર્ણ રીતે સમાજવાદી લાગૂ થઈ જશે તે દિવસે રામરાજ્ય શરુ થઈ જશે.
#WATCH | "Lord Sri Krishna comes to my dream every night to tell me that our party is going to form the government,” said Former UP CM and Samajwadi Party chief Akhilesh Yadav yesterday pic.twitter.com/rmq1p8XgwT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 4, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાનો સાધ્યો
સપા સુપ્રીમો અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાનો સાધતા કહ્યું કે તેમની પર ગંભીર ઘારાઓમાં મામલા નોંધાયા છે ભાજપે તેમને મુખ્યમંત્રી બનાવી દીધા છે. ભાજપના અનેક નેતા જો વુદ્ધ છે. જે અનેક વર્ષોથી લોહી પરસેવો વહેવડાવીને પાર્ટી મજબૂત કરી રહ્યા હતા. તેઓ અનેક વાર કહે છે કે અમે લોહી પરસેવો વહેવડાવીયે છીએ ખબર નહીં આ લોકો ક્યાંથી આવ્યા. જેમને અમારી ઉપર બેસાડી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT

આપણા સીએમ ફેલ થઈ ગયા છે- અખિલેશ
ADVERTISEMENT
સીએમ યોગીના વિધાનસભા ચૂંટણી લડવા પર અખિલેશ યાદવે કહ્યું કે જ્યારે તે જનતાની વચ્ચે જાય ત્યારે પુછજો કે રોજગાર આપવા અને ખેડૂતોની આવકને બેગણી કરવા સહિત તમામ વાયદા કેમ પુરા નથી થયા. તમામ લોકો જાણતા હશે કે જ્યારે દિકરો પરીક્ષામાં પાસ ન થઈ રહ્યો હોય તો અનેક વાર મા-બાપ અને કાકા થોડી નકલ કરાવવા માટે જાય. આપણા સીએમ ફેલ થઈ ગયા છે. હવે તેમને કોઈ પાસ ન કરાવી શકે. જે લોકો તેમને પાસ કરાવવા આવે છે તે પણ તેમને પાસ નહીં કરાવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.