બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Uttarayan Parva in on 108 reported till 6 pm in 2,953 cases

ગુજરાત / 66ના ગળા કપાયા! અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો, 108માં 2,953 કેસ તો કરુણામાં આવ્યા આટલા હજાર કોલ

Dinesh

Last Updated: 08:26 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2,792 કેસ નોંધાયા છે, જ્યારે કરુણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ આવ્યા હતાં.

  • અમદાવાદમાં પક્ષી ફસાયાના કોલમાં વધારો
  • ઉતરાયણ દરમિયાન ફાયરને 35 કોલ આવ્યા
  • ફાયર બ્રિગેડે પક્ષીઓનુ કર્યું રેસ્ક્યું


ઉત્તરાયણના પવિત્ર તહેવારને લઈ અમદાવાદમાં ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે તો બીજી તરફ 35 જેટલા કોલમાં ફાયર વિભાગને પણ મળ્યા હતાં. આપને જણાવીએ કે, અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે, 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2792 કેસ નોંધાયા છે. જે ગત વર્ષની સરખાણીએ આ વર્ષે કેસ વધુ નોંધાયા છે.

ઇમર્જન્સી કોલમાં વધારો
અમદાવાદમાં ઉતરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે. 108માં 2,792 કેસ નોંધાયા છે.  જેમાં દોરી વાગવા, અકસ્માતના પણ બનાવો નોંધાયા છે, તો બીજી તરફ કરુણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલમાં વધારો થયો છે.  6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 1,327 કોલ આવ્યા છે.  જેમાં 834 પશુ અને 439 પક્ષીને ઈજા થયાના કોલ આવ્યા હતાં.

દોરી વાગવાના બનાવો
રાજ્યમાં અનેક લોકોને દોરી વાગવાના પણ બનાવો નોંધાયા છે. આપને જણાવીએ કે, રાજ્યમાં દોરી વાગવાના 66 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 27, વડોદરા 7, સુરત 7, ભાવનગર અને રાજકોટમાં 4-4 કેસ નોંધાયા છે. બાકીના શહેરમાં ક્યાંક 3 તો ક્યાંક 2 તો મોટા ભાગના સ્થળે 1 કેસ નોંધાયા છે.  તો રોડ અકસ્માતમાં 513 કેસ નોંધાયા છે. સૌથી વધુ 99 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

વાંચવા જેવું: છેલ્લા 30 વર્ષથી દર ઉત્તરાયણથી લંડનથી ગુજરાત આવે છે સલીમભાઈ: લખનૌ-કોલકાતાથી મંગાવે છે પતંગ

35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી કરી
અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન ફાયર બ્રિગેડને પણ ખાસા એવા કોલ મળ્યા હતાં. 35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી પણ કરી છે. જેમાં ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી પક્ષીઓને બચાવવામાં આવ્યા હતું. હજુ પણ આ આંકડો વધે તેવી શકયતાઓ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ