બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Salimbhai has been coming from London to Gujarat every Uttarayan for the last 30 years: ordering kites from Lucknow-Kolkata

આને કે'વાય પાક્કો ગુજરાતી / છેલ્લા 30 વર્ષથી દર ઉત્તરાયણથી લંડનથી ગુજરાત આવે છે સલીમભાઈ: લખનૌ-કોલકાતાથી મંગાવે છે પતંગ

Vishal Khamar

Last Updated: 05:25 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણનાં તહેવારને સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે વિદેશમાં રહેતા એક પતંગ રસિક ઉત્તરાયણ વખતે વિદેશથી માદરે વતન આવી ખ્યાતનામ પતંગ બનાવનાર ઉસ્તાદો પાસેથી વિશેષ પતંગો ઓર્ડરથી મંગાવી ઉત્તરાયણની ભવ્ય મજા માણે છે.

  • વિદેશમા સ્થાયી થયેલા ગુજરાતીનો પતંગ સાથે અનહદ પ્રેમ
  • 30 વર્ષથી ઉત્તરાયણનાં સમયે સાત સમંદર પારથી આવે છે ભારત
  • વિશેષ પ્રકારનાં પતંગો ઓર્ડરથી મંગાવીને માણે છે ઉત્તરાયણની મજા

મૂળ નવસારીના અને હાલ લંડન માં સ્થાયી થયેલા  સલીમભાઈનો પતંગ સાથેનો અનહદ પ્રેમ જે તેઓને છેલ્લા 30 વર્ષથી ઉતરાયણ ના સમયે સાત સમંદર પાર લંડન થી ભારત ખેંચી લાવે છે તેમનો પતંગ પ્રેમ સામાન્ય પતંગ ચગાવનાર કરતાં ઘણો મોંઘો છે લંડન થી ભારત આવી તેઓ  ભારતના સૌથી જૂના લખનઉ, બરેલી, રામપુર, મેરઠ , કલકત્તા જેવા શહેરોના  ખ્યાત નામ પતંગ બનાવનાર ઉસ્તાદો પાસેથી વિશેષ પ્રકારના પતંગો ઓર્ડર દ્વારા મંગાવે છે  જેમાં એક પતંગના ₹50થી લઈ ₹500 સુધીનો હોય છે આ દરમિયાન તેમના અન્ય મિત્રો પણ જેઓ યુકે,બોસવાના , કોંગો ,દુબઈ ,સાઉથ આફ્રિકા જેવા મુલ્કો માંથી   ઉતરાયણની મજા માણવા માટે ભારત આવી નવસારી ખાતે સૌ ભેગા મળીને ઉતરાયણની ભવ્ય રીતે મજા માણે છે.

ગુજરાતીઓ પોતાને વતન આવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે
ગુજરાતમાં ઉજવાતો ઉતરાયણ નો પર્વ દેશ અને વિદેશમાં પ્રચલિત છે. જે ગુજરાતની એક આગવી ઓળખ ઉભી કરે છે.  મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ તહેવારને ઉજવવા માટે લોકો ખાસ પ્રકારનું આયોજન પણ કરતા હોય છે અને ઉતરાયણના રોજ ગુજરાતીઓ અન્ય રાજ્યોમાં સ્થાયી થયા હોય તો ત્યાંથી અચૂક પોતાને વતન આવી પતંગ ઉડાવી ઉતરાયણ પર્વની ઉજવણી જરૂર કરતા હોય છે. 

પતંગો સામાન્ય પતંગો કરતા વિશેષ પ્રકારના પેપર માંથી તૈયાર કરાય
આવા જ એક પતંગ પ્રેમી સલીમભાઈ સૈયદ જેવો મૂળ નવસારીના છે. પરંતુ હાલ લંડન સ્થાયી થયા છે અને છેલ્લા 30 વર્ષથી  ઉતરાયણના પર્વ નિમિત્તે તેઓનો પતંગ પ્રેમ  તેમને લંડન થી નવસારી ખેંચી લાવે છે. તેમની જેમ તેમના ભાઈઓ અને મિત્રો પણ  યુકે ,બોસવાના, કોંગો ,દુબઈ ,સાઉથ આફ્રિકા જેવા દેશોમાંથી ઉતરાયણના પર્વ પર નવસારી ખાતે ભેગા થઈ ઉતરાયણની મજા માણે છે. એટલે જ તો ગુજરાતીઓને મોંઘી મોજ ના માણીગર કહેવામાં આવે છે.અન્ય રાજ્યોમાંથી મંગાવેલા પતંગો સામાન્ય પતંગો કરતા વિશેષ પ્રકારના પેપર માંથી તૈયાર કરવામાં આવે છે. 

વધુ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મંદિરમાં ઝાડુ લગાવ્યું, ગુજરાતનાં મોટા મંત્રીઓ પણ સફાઇ અભિયાનમાં જોડાયા

એક પતંગ 70 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો હોય
જેમાં જર્મન પેપર ,બલરપુર ત્રીપલ વન અજંતા ખતીમાં કંપનીના પેપર હોય છે આ પતંગોમાં વિશેષ લાકડાની કામડી થી તૈયાર થાય છે પતંગ પર કરેલી ડિઝાઇન હેન્ડ મેડ હોય છે. જેથી એક પતંગ તૈયાર કરવામાં ઘણો સમય લાગતો હોય છે અને આ પતંગોને અંદાજિત 10 વર્ષ સુધી સાચવીને રાખવામાં આવે તો તે તેમાં યુઝ થયેલી લાકડાની કામળી અને કાગળ ખરાબ થતા નથી. જે અંદાજિત એક પતંગ 70 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનો હોય છે આ પતંગો ચગાવવામાં ઘણા સરળ હોય છે. અને ચગી ગયા બાદ હાથના ઇશારે આ પતંગો કામ કરે છે જેથી પતંગ રસિકો ને ચગાવવામાં આસાની થાય છે. આવી વિશેષ પ્રકારની ખાસિયતોના કારણે આ પતંગોની ડિમાન્ડ ખૂબ હોય છે. અને તેની કિંમત પણ વધુ હોય છે. આ પતંગોને બરેલી ની દોરી સિક્સ કોડ ફોર કોટિંગથી ચગાવવામાં આવે છે. જેના કારણે હાથમાં ઇજા પહોંચવાની સંભાવના પણ ઓછી રહે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ