બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / CM Bhupendra Patel sweeps the Dholeshwar temple

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મંદિરમાં ઝાડુ લગાવ્યું, ગુજરાતનાં મોટા મંત્રીઓ પણ સફાઇ અભિયાનમાં જોડાયા

Vishal Khamar

Last Updated: 04:24 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિ થી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈ અભિયાનનો આજથી પ્રારંભ થયો હતો. એક સપ્તાહ સુધી ચાલનારા આ અભિયાનમાં મુખ્યમંત્રી દ્વારા આજે મહાદેવનાં મંદિર ખાતે સ્વચ્છતાં સફાઈ અભિયાન કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના આહવાનને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ
  • આજથી એક સપ્તાહ સુધી ધાર્મિક સ્થળો ખાતે સફાઈ અભિયાન યોજાશે
  • ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે

 અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.

સફાઈ અભિયાનનું જન આંદોલન હાથ ધરાયું
ગુજરાત વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન સફાઈ અભિયાનનું જન આંદોલન હાથ ધરાયું છે.

મુખ્યમંત્રીએ ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે સામૂહિક સફાઈ અભિયાનમાં સહભાગી થયા
આ રાજ્યવ્યાપી અભિયાનમાં રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિના દિવસે સવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા. તેમણે મંદિર પરિસરની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠનના અગ્રણીઓ આ અભિયાનમાં જોડાયા હતા.

અમરેલી ખાતે ગાયત્રી મંદિરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક મંદિરોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલીના ગાયત્રી મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, ઇફ્કો ના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સહિતના ભાજપના નેતાઓએ હાથમાં સાવરણા લઈને સફાઈ અભિયાન હાથ ધર્યું,  પ્રથમ કેન્દ્રીય મંત્રીએ ગાયત્રી મંદિરે ભગવાન ભોળાનાથને અભિષેક કર્યો બાદ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું.

વધુ વાંચોઃ VIDEO: અમદાવાદમાં બેફામ રિક્ષાચાલકો ખૂલેઆમ તોડે છે RTOના નિયમો, પોલીસ પણ બની મૂક પ્રેક્ષક

વલસાડ જીલ્લામાં દેવસ્થાનોની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાથી ભાજપ દ્વારા આજથી વલસાડ જિલ્લામાં દેવસ્થાનોની સફાઈ અભિયાન શરૂ કરવામાં આવી છે જેની શરૂઆત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરાવી હતી નાણામંત્રીએ વાપીના જાણીતા અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં જાડુ મારી સાફ-સફાઈ કરી હતી ત્યારબાદ મંદિરમાં પોતુ પણ માર્યું હતું આ પ્રસંગે વલસાડ જિલ્લા અને વાપીના ભાજપના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ અને લોકો પણ જોડાયા હતા આમ સતત 21મી તારીખ સુધી વલસાડ જિલ્લાના વિવિધ મંદિરોની લોકોના સંયોગથી સાફ સફાઈ કરવામાં આવશે આમ અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા માણસ લોકો પણ સહભાગી થાય અને દેવસ્થાનોની પણ માં પણ સ્વચ્છતા જળવાય તે માટે લોકોને મંદિરોની સાફ-સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ