બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Unscrupulous rickshaw pullers openly violate RTO rules in Ahmedabad

VTV રિયાલિટી ચેક / VIDEO: અમદાવાદમાં બેફામ રિક્ષાચાલકો ખૂલેઆમ તોડે છે RTOના નિયમો, પોલીસ પણ બની મૂક પ્રેક્ષક

Vishal Khamar

Last Updated: 03:03 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રીક્ષા ચાલકો કેપેસિટી કરતા વધારે મુસાફરોને મુસાફરોનાં જીવ સાથે રમત રમી રહ્યા છે. જે બાબતે VTV NEWSના રિયાલીટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. જેમા રીક્ષા ચાલકો નિયમોનો ભંગ કરતા નજરે પડી રહ્યા હતા. તેમજ અનેક રીક્ષામાં ફ્લેગ મીટર નહી હોવાનો પણ ખુલાસો થવા પામ્યો હતો.

  • અમદાવાદમાં રીક્ષાચાલકો મુસાફરોનાં જીવ સાથે રમી રહ્યા છે રમત
  • VTV NEWSના રિયાલીટી ચેકમાં ઝડપાયા બેફામ રીક્ષાચાલકો 
  • રીક્ષા ચાલકો દ્વારા સરેઆમ કરવામાં આવે છે કમિશ્નરનાં જાહેરનામાનો ભંગ

 અમદાવાદમાં દોડતી હજારો રીક્ષાઓ અમદાવાદીઓ માટે પરિવહનનું ખુબ જ મહત્વનું સાધન છે. જો કે બીજી બાજુ રીક્ષાની સંખ્યા વધતાં રસ્તાઓ પણ અવ્યવસ્થા સાથે ચાલકોની ગેરવર્તણુકને લઇને લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રીક્ષાચાલકો પોલીસની હાજરીમાં બેરોકટોક બન્યા છે. 

અમદાવાદના મુખ્ય વિસ્તાર ગણતા SG હાઇવે, એસટી બસસ્ટેન્ડ, સારંગપુર સહિતના વિસ્તારોમાં વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક હાથ ઘરવામાં આવ્યું હતું. જેમાં રીક્ષાચાલકો મોટાપાયે  પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં રીક્ષાચાલકો માટે કોઇ પણ જંક્શનથી 50 મીટર દૂર ઉભા રહી શકે છે તેવો નિયમ છે. જો કે અમદાવાદમાં રીક્ષાચાલકો નિયમોની ઐસીતૈસી કરી જંક્શન પર ઉભા રહી ભીડ સર્જે છે. તો બીજી બાજુ શટલ રિક્ષા ચલાવવાનો કોઇ નિયમ ન હોવા છતાં જોખમી રીતે મુસાફરો ભરવામાં આવે છે. રીક્ષામાં ફક્ત 3 મુસાફરોને સવારી કરાવવાના નિયમનો છડેચોક ભંગ થઇ રહ્યો છે. VTVની તપાસમાં રીક્ષાચાલકો બેફામ રીક્ષા ચલાવતા અને BRTS રૂટમાં પણ રીક્ષા ચલાવતા જોવા મળ્યા હતા.

10 હજાર જેટલી રીક્ષાઓ જ એસોસિયેશનમાં જોડાયેલી છે
આ બાબતે ટ્રાફિક એફ ડિવિઝન એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, જે નિયમો છે તે રીક્ષા ચાલકો માટે પણ બનાવવામાં આવ્યા છે.  રીક્ષા ચાલકો એક રોજી તરીકે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક વ્યવસાય તરીકે રીક્ષાનો ઉપયોગ કરતા હોય છે. અમદાવાદમાં લગભગ 2 લાખ 25 હજાર જેટલી રીક્ષાઓ રજીસ્ટર્ડ થયેલી છે. 10 હજાર જેટલી રીક્ષાઓ જ એસોસિયેશનમાં જોડાયેલી છે.  રીક્ષા ચાલકો જ્યારે રીક્ષાનો પેસેન્જર વ્હીકલ તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યારે એએમસી દ્વારા એમને રીક્ષાની જે પરમિટ આપવામાં આવે છે. તેમાં બધા જ નિયમે સ્પેશીફાય કરેલા હોય છે. 

વધુ વાંચોઃ VIDEO: ગૃહમંત્રી શાહે વેજલપુરમાં ઉજવી ઉત્તરાયણ: યુવતીઓએ કહ્યું અમે મસ્તીમાં તેમનો પતંગ કાપી નાંખ્યો

રીક્ષા ચાલકો માટે શું છે નિયમ

  • રીક્ષાની પાછળની સીટ પર ત્રણ લોકો જ બેસી શકે છે ત્રણથી વધારે પેસેન્જરો બેસાડી શકાતા નથી. 
  • જે ભાડૂં ચૂકવવાનું થાય છે તે મીટરથી જ ચૂકવવાનું થાય છે. કિલોમીટર પ્રમાણે જે પણ પોઈન્ટ્સ હોય એ પ્રમાણે તેણે મીટરથી પૈસા ચૂકવવાનાં હોય છે. 
  • શટલ તરીકે આ લોકો રીક્ષાનો ઉપયોગ કરી શકતા નથી. ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જ રીક્ષા હાયર કરવાની હોય છે. 
  • અમદાવાદ સીપી દ્વારા રીક્ષા બાબતે એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું.  કે કોઈ પણ રીક્ષા છે કે કોઈ પણ વ્હીકલ છે તે ચાર રસ્તાથી 50 મીટરની આજુબાજુ વાહન ઉભું રહી શકે નહી. 
  • જે રીક્ષા સ્ટેન્ડ છે કે બસ ડેપો છે તેની નજીક પણ આ રીક્ષાઓ ઉભી રહી શકશે નહી. મોટે ભાગે અમે કમિશ્નરનાં જાહેરનામાને લઈ ડ્રાઈવ ચલાવતા હોઈએ છીએ. તેમજ અમુક વખત રીક્ષા ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરતા હોઈએ છીએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ