બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Home Minister Shah celebrated Uttarayan in Vejalpur

makarsankrati 2024 / VIDEO: ગૃહમંત્રી શાહે વેજલપુરમાં ઉજવી ઉત્તરાયણ: યુવતીઓએ કહ્યું અમે મસ્તીમાં તેમનો પતંગ કાપી નાંખ્યો

Vishal Khamar

Last Updated: 02:31 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી અમદાવાદ ખાતે કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કાર્યકર્તાઓ તેમજ મિત્રો સાથે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ઉજવણી કરી હતી.

  • વેજલપુર વિધાનસભા વિસ્તારમાં અમિત શાહે ચગાવ્યો પતંગ
  • કેન્દ્રીય ગૃહમંત્રીએ વેજલપુર ખાતે કાર્યકર્તાઓ સાથે ઉજવ્યો તહેવાર
  • બીજા પતંગ ચગાવનારે અમિત શાહનો પતંગ કાપી આનંદ મેળવ્યો

 દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાયણનાં તહેવારની કાર્યકર્તા તેમજ મિત્રો સાથે ઉજવણી કરી હતી. અમિત શાહે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં લોકો વચ્ચે પતંગ ચગાવ્યો હતો. આ પ્રસંગે શહેર પ્રમુખ તેમજ ભાજપનાં લોકસભાનાં નિયુક્ત થયેલા પ્રભારીઓ સહિત મોટી સંખ્યામાં નેતાઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 

આજે ઉત્તરાયણનો તહેવાર હોઈ સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે લોકો આકાશમાં એકબીજાનાં પતંગ સાથે એક કાપ્યો, લપેટની બુમોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી પતંગ ચગાવી રહ્યા હતા. તે દરમ્યાન બીજા પતંગ ચગાવનારે તેઓનો પતંગ કાપી આનંદ મેળવ્યો હતો. 

અમે દૂરથી તેઓ સાથે વાતચીત પણ કરી
આ બાબતે સોસાયટીનાં રહીશોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમારી સોસાયટીમાં આવવાનાં છે તે જાણી અમે સૌ ઉત્સાહિત હતા.  ત્યારે અમિત શાહ સોસાયટીમાં આવ્યા બાદ તમામ લોકોને જય શ્રી રામ કીધું. તેમજ તેઓએ દૂરથી અમારી સાથે વાતચીત પણ કરી હતી. 

વધુ વાંચોઃ આઈ લવ અમદાવાદ...: રાયપુરની પોળમાં ઉત્તરાયણ જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ વિદેશી યુવતી, જુઓ શું કહ્યું

આકાશમાં પતંગનાં પેચ લડાવવાનો અનુભવ કર્યો
અમિત શાહ પતંગ ચગાવી રહ્યા હતા. તે દરમ્યાન તેમની બાજુનાં ધાબા પર જ પતંગ ચગાવી રહેલ એક યુવક દ્વારા તેઓની સાથે આકાશમાં પતંગનાં પેચ લડાવવાનો અનુભવ કર્યો. અને તેમનો પતંગ કાપ્યો હતો. તેમનું રિએક્શન પણ સારૂ હતું.  તેમજ તેઓની સાથે પતંગ ચગાવવાની ખૂબ જ મજા આવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ