બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad the traffic police issued an announcement, these roads will be closed, note the time

જાણી લો / અમદાવાદમાં IPLને જોતાં ટ્રાફિક પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, આ રસ્તા રહેશે બંધ, નોંધી લો સમય

Dinesh

Last Updated: 07:01 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: IPLની મેચને લઇને AMTSએ ખાસ વ્યવસ્થા કરી, સ્ટેડિયમ રૂટ પર કુલ 68 બસોની ફાળવણી કરાઈ છે. જ્યાં સવારના 6 વાગ્યાથી રાત્રિના 1 સુધી AMTS બસ દોડશે

અમદાવાદ ખાતે IPL 2024ની મેચો રમાવાની છે. ત્યારે IPLની મેચને લઇને AMTSએ ખાસ વ્યવસ્થા શરૂ કરી છે.  મેચને લઇને સ્ટેડિયમ રૂટ પર કુલ 68 બસોની ફાળવણી કરાઈ છે.  સવારના 6 વાગ્યાથી રાત્રિના 1 સુધી મેચ દરમિયાન AMTS બસ દોડશે.  જેમાં નહેરૂનગર, ઇસ્કોન અને નારોલથી AMTS બસની સુવિધા મળશે.  અત્રે ઉલ્લેખનીય છે કે, 45 ઉપરાંત વધારાની 23 બસ IPLના ચાહકો માટે ફાળવણી કરાઈ છે. 

અમદાવાદીઓ આનંદો, AMTSની 'રાહ' થશે વધુ આસાન, વધુ 200 બસો રોડ પર થશે દોડતી |  200 more AMTS buses will be started in Ahmedabad city

IPL મેચને લઈ કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયું
આગામી તા.24/03/2024, તા.31/03/2024 તથા તા.04/04/2024ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા- અમદાવાદ શહેર ખાતે IPL-2024ની કુલ-3 ક્રિકેટ મેચો રમાનાર છે. આ મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે કેટલાક રસ્તાઓ પર અવર-જવર પર પ્રતિબંધ તેમજ  ડાયવર્ઝન અપાયું છે

સંપૂર્ણ જાહેરનામું વાંચવા અહીં ક્લિક કરો

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન વાળો માર્ગ
જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
1. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
2. કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
અપવાદ : ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.

 વાંચવા જેવું:  'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ

જાહેરનામાની અમલવારીનો સમય:
તા. 24/03/2024 સમયગાળો, બપોર કલાક 14.00 થી રાત્રી કલાક 24.00 સુધી
તા. 25/03/2024 રાત્રી કલાક 00.00 થી 2.00 સુધી
તા. 31/03/2024 સવાર કલાક 11.00 થી રાત્રી કલાક 22.00 સુધી.
તા. 04/04/2024 બપોર કલાક 14.00 થી રાત્રી કલાક 24.00 સુધી.
તા. 05/04/2024 રાત્રી કલાક 00.00 થી 2.00 સુધી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ