ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'Rohan Gupta leaked this secret information', Manish Doshi's big allegation

લોકસભા ચૂંટણી 2024 / 'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ

Published By: Vishal Khamar

Last Updated: 03:40 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા દ્વારા પક્ષમાંથી એકાએક રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે. ત્યારે આ સમગ્ર બાબતે કોંગ્રેસનાં પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું કે, રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમનાં વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતું હતું.

ADVERTISEMENT

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ હવે પક્ષમાંથી પણ રાજીનામું આપ્યું છે. ત્યારે રોહન ગુપ્તાના આરોપોને લઇને કોંગ્રેસના આગેવાનો ઉગ્ર બન્યા છે. કોગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ રોહન ગુપ્તા પર આરોપ લગાવ્યો કે, 'રોહન ગુપ્તાના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલેથી જ જાણતો હતો. કોંગ્રેસે રોહન ગુપ્તાના નામની ફક્ત જાહેરાત કરી, પણ ટિકિટ આપી નહોતી. મનીષ દોશીએ એમ પણ જણાવ્યું કે અગાઉ પક્ષની બેઠકમાંથી રણનીતિઓ તથા સ્લોગન સહિતની ગુપ્ત માહિતીઓ લીક થતી હતી.

તેમના વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતુ હતુઃ ડો.મનીષ દોશી
કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા ર્ડા. મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું હતું. રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. સ્ક્રિપ્ટ પ્રમાણે રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હતું. તેમનાં વ્યવહાર અંગે કોંગ્રેસ પક્ષ પહેલાથી જાણતું હતું. રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તે કોંગ્રેસ માટે સારી વાત છે. 

અનેક રાજકીય વિશ્લેષકોએ પણ આક્ષેપ કર્યા છેઃ ડો.મનીષ દોશી
રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું તેમનાં આરોપ પાયા વિહોણા છે. ત્રણ વર્ષથી કોંગ્રેસે કોરાણે મુક્યાએ વાત સાચી છે. રાજ્યસભાની ચૂંટણીમાં રોહન ગુપ્તાએ બેંગ્લોર જવાની વાત લીક કરી હતી. અનેક રાજકીય વિશ્વેષકોએ પણ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા. 

વધુ વાંચોઃ IPL રસિયાઓની સગવડ વધી, અમદાવાદમાં મેટ્રોનો ટાઈમ લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ બહાર પડાઈ

રાષ્ટ્રીય સ્તરે પણ એમના વિશે અમને વિગતો મળી હતીઃ ડો.મનીષ દોશી
અમારા કાર્યકરો ફટાકડા ફોડે તો નવાઈ નહી. કોંગ્રેસનો ઉપયોગ કરીને પદ અને પ્રતિષ્ઠા મેળવી હતી. ટીકીટ મળી અને પિતાની તબિયતની વાત કરીને રાજીનામું આપ્યું. ટાઈમ લાઈન નક્કી હતી એ મુજબ રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ એમના વિશે અમને વિગતો મળી હતી. અમે રોહન ગુપ્તાને પાર્ટીની ઘણી વાતોથી દૂર રાખ્યા હતા. ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશેએ ખાતરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Manish Doshi Rohan Gupta congress કોંગ્રેસ નિવેદન મનીષ દોશી રોહન ગુપ્તા Lok Sabha Election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ