ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Convenience of IPL fans increased metro time extended in Ahmedabad
Last Updated: 02:47 PM, 22 March 2024
ADVERTISEMENT
આજથી ઈન્ડિયન પ્રિમિટર લીગ 2024 નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. તા. 24 નાં રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાનાર છે. મેચને લઈ મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT

મેટ્રો ટ્રેનનો સમય લંબાવવાનો નિર્ણય કરાયો
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31 મી માર્ચ તથા 4 એપ્રિલ ના રોજ યોજાનારી આગામી IPL 2024 ક્રિકેટ મેયોને ધ્યાનમાં રાખીને, GMRC એ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6.20 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ 'ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ
ગુજરાત ટાઈટન્સની ટીમે પ્રેક્ટિસ શરૂ કરી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાંજે અમદાવાદ આઈટીસી નર્મદા હોટલ પર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું હોટલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની આગેવાનીમાં કરશે. મેચને લઈ ગુજરાત ટાઈટન્સની ટીમે અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 21 માર્ચે અમદાવાદ પહોંચી હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.