બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Builder responsible moisture flat liability upto 5 years possession

રિયલ એસ્ટેટ ક્ષેત્ર / 'ફ્લેટમાં ભેજ લાગે તો બિલ્ડર જવાબદાર, પઝેશનના 5 વર્ષ સુધી જવાબદારી', અહીંયા કરો ફરિયાદ

Ajit Jadeja

Last Updated: 02:10 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે

બિલ્ડરે ગ્રાહકને ફ્લેટનું પઝેશન આપતા પહેલા દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડશે. આખી જિંદગીની બચત કરી લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે ગ્રાહકો મકાન ખરીદે છે ત્યારે નાની અમથી સમસ્યા પણ બિલ્ડરને ભારે પડી શકે છે.  તાજેતરમાં જ નવા મકાનની દિવાલ પર ભેજની સમસ્યા મામલે ગ્રાહકે કરેલી ફરિયાદમાં રેરા દ્વારા બિલ્ડરને જવાબદાર ઠેરવી રિપેરિંગ કરી આપવા આદેશ  આપ્યો છે.

જો તમે પણ નવું ઘર કે ફ્લેટ લેવા માગતા હોય તો તેના પહેલા તમારે બિલ્ડરની સંપુર્ણ  માહિતી લેવી જોઇએ. ગ્રાહકોના હિત માટે ઓથોરિટી પણ બનાવવામાં આવેલી છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરોના હાથે ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો અમલમાં છે. ગ્રાહકે નવુ મકાન ખરીદ્યુ હોય અને બિલ્ડર દ્વારા તેમાં ખામી રાખીને પઝેસન આપી દેવાયું હોય તો ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી તમે રેરામાં ફરિયાદ કરી શકો છો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બિલ્ડર જવાબદાર રહેતા હોવાનો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત રેરાએ આપ્યો છે. ફ્લેટમાં ખામી રહેતો રિપેરીંગની બિલ્ડરની પાંચ વર્ષની જવાબદારી હોય છે.

રેરાના સેક્શન 14(3) હેઠળ ફરિયાદ કરી

અમદાવાદના વાસણા વિસ્તારમાં ગ્રાહકે ફ્લેટ ખરીદ્યો હતો. નવા ફલેટમાં ભેજ ઉતરતા ગ્રાહકે રેરામાં ફરિયાદ કરી હતી. RERAએ આ ફ્લેટની દિવાલો રિપેર કરી આપવા માટે બિલ્ડરને ઓર્ડર આપ્યો છે. નવા બનેલા મકાનોમાં સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાનમાલિકો રેરાના સેક્શન 14(3) હેઠળ ફરિયાદ કરી શકે છે. ફરિયાદી ગ્રાહકે નવા રેસીડેન્શીયલ ટાવરમાં 10મા માળે ફલેટ ખરીદ કર્યો હતો. ફલેટનો કબ્જો મળે તે પૂર્વે જ દિવાલોમાં ભેજ દેખાયો હતો ગ્રાહકે ધ્યાન દોરતા બિલ્ડર દ્વારા સમારકામ કરી હવે ભેજ નહી આવે તેવું કહેવાયુ પરંતુ પાછો ભેજ ઉતરતા ફર્નિચર સહિત સામાનને નુકશાન થતા વિવાદ થયો અને બિલ્ડર અને ગ્રાહકની તકરાર રેરામાં પહોચી હતી. રેરાએ આ કેસમાં બિલ્ડરને ફટકાર લગાવી છે. 

આ પણ વાંચો ઃ 800 એમ્બ્યુલ્સની સુવિધા, સાથે 2 બોટ-1 એર એમ્બ્યુલન્સ, હોળી-ધૂળેટીમાં સરકારનો ઈમરજન્સી પ્લાન

બિલ્ડરને રિપેરિંગ કરી આપવા આદેશ

રેરાએ આ ફ્લેટની દિવાલો રિપેર કરી આપવા માટે બિલ્ડરને ઓર્ડર આપ્યો છે. નવા બનેલા મકાનોમાં સિવિલ વર્કમાં કોઈ પણ ખામી હોય તો મકાનમાલિકો રેરાના સેક્શન 14 (3) હેઠળ ફરિયાદ કરી શકે છે.  બંને પાર્ટીને સાંભળ્યા પછી ઓથોરિટીએ કહ્યું કે જરૂરી રિપેરિંગ, પ્લાસ્ટર અને પેઈન્ટ વર્ક કરવા માટે બિલ્ડર તૈયાર છે. આ રિપેરિંગ કામ પૂરું થયા પછી રેરાએ મકાનમાલિકની અરજીનો નિકાલ કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ