બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ભારત / Politics / હેમંત સોરેનને 'નો રાહત', ચૂંટણી પ્રચાર માટે નહીં આવી શકે જેલમાંથી બહાર, સુનાવણી ટળી

ઝારખંડ / હેમંત સોરેનને 'નો રાહત', ચૂંટણી પ્રચાર માટે નહીં આવી શકે જેલમાંથી બહાર, સુનાવણી ટળી

Last Updated: 02:15 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hemant Soren Latest News : સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને EDની કાર્યવાહી સામેની તેમની અરજી પર નોટિસ જાહેર કરી

Hemant Soren : લોકસભા ચૂંટણી વચ્ચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, EDની ધરપકડ અને કાર્યવાહી સામે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 6 મેના રોજ થશે. સુપ્રીમ કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અને EDની કાર્યવાહી સામેની તેમની અરજી પર નોટિસ જાહેર કરી છે. જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેનનું કહેવું છે કે, તેમની પાર્ટીના પ્રચાર માટે ચૂંટણી દરમિયાન બહાર આવવું જરૂરી છે.

હેમંત સોરેને કેસની સુનાવણી દરમિયાન એમ પણ કહ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી ધરપકડ સામેની તેમની અરજી પર હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે પોતાનો નિર્ણય આપવા પર વિચાર કરવો જોઈએ. આ કેસની આગામી સુનાવણી 6 મેના રોજ થશે.

વાસ્તવમાં હેમંત સોરેને ધરપકડ બાદ ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી 28 ફેબ્રુઆરીએ સુનાવણી પૂર્ણ કર્યા પછી કાર્યકારી ચીફ જસ્ટિસ એસ ચંદ્રશેખર અને જસ્ટિસ નવનીત કુમારની બેન્ચે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 31 જાન્યુઆરીએ સોરેનની ધરપકડ બાદ સોરેને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે હેમંત સોરેનને પહેલા ઝારખંડ હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.

વધુ વાંચો : લગ્નગાળાની સિઝન વચ્ચે સોનાના ભાવમાં રાહત: જાણો અમદાવાદ સહિત વિવિધ શહેરોના ભાવ

સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ, જે વિપક્ષી ગઠબંધન 'INDIA'નો ભાગ છે, તેમનું કહેવું છે કે ભાજપ રાજકીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂની નીતિ સંબંધિત કેસમાં ધરપકડ અને હેમંત સોરેનની ધરપકડ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આનો જવાબ જનતા લોકસભાની ચૂંટણીમાં આપશે . તેના પર ભાજપે વળતો જવાબ આપ્યો છે કે, તપાસ એજન્સી પોતાનું કામ કરી રહી છે અને જે ખોટું કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ