બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Government's emergency plan in Holi Dhuleti Facility of ambulances

108 ઈમરજન્સી / 800 એમ્બ્યુલ્સની સુવિધા, સાથે 2 બોટ-1 એર એમ્બ્યુલન્સ, હોળી-ધૂળેટીમાં સરકારનો ઈમરજન્સી પ્લાન

Ajit Jadeja

Last Updated: 01:33 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધૂળેટીના તહેવારને લઈને 108 ઈમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો

DULETI 2024 : રાજ્ય સરકારની આર્શીવાદરૂપ સેવા એટલે કે 108 ઈમરજન્સી સેવા 24 કલાક લોકોની સેવા માટે અવિરત હોય છે. ધૂળેટીના તહેવારને લઈને 108 ઈમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. સામાન્ય દિવસો કરતા ધૂળેટીમાં કેસમાં વધારો થતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને 800 જેટલી એમ્બ્યુલ્સની સુવિધા કરવામાં આવી છે. સાથે જ 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવશે. તહેવારને લઈને કંટ્રોલરૂમની ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના 4 જિલ્લામાં વધારો ફોકસ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. તો બહારની ખાણીપીણી અને કેમિકલયુક્ત રંગોથી લોકોને દૂર રહેવા સલાહ આપવામાં આવી છે.

કંટ્રોલ રૂમની ટીમ તૈનાત

ધુળેટીના તહેવારને લઈ 108 ઇમરજન્સી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક્શન પ્લાન બનાવ્યો છે. સામાન્ય દિવસો કરતા તહેવારોમાં કેસ વધતા હોય છે જેને લઈને 108 ઇમર્જન્સીમાં 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે. જ્યાં તહેવારના બે દિવસ માટે કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાયો છે,  જેથી એમ્બ્યુલન્સ 500 જેટલી વધારી દેવાઈ છે. જેમાં 4 જીલ્લાઓ અમદાવાદ, રાજકોટ, સુરત, વદોડરામાં વધારે ફોકસ રહેશે. આ સાથે ખાણીપીણી અને પાકા રંગોથી દૂર રહેવા લોકોને 108 ઇમરજન્સી દ્વારા અપીલ પણ કરાઈ છે. 

 આ પણ વાંચો : નાની છોકરી બની મર્દાની, ઘરમાં ઘુસેલા બદમાશને જેર કર્યો, બંદૂક પણ પડાવી લીધી

ધુળેટી પર્વમાં અકસ્માતની ઘટનાઓ વધે છે

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી થવાની ઘટના, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરશે ત્યારે આરોગ્ય કર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને લોકોને અકસ્માત સમયે તાત્કાલિક મદદરૂપ બનવાના છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ