બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / mother and daughter chased the miscreant who entered the house and also took away gun

બહાદુરી / VIDEO : નાની છોકરી બની મર્દાની, ઘરમાં ઘુસેલા બદમાશને જેર કર્યો, બંદૂક પણ પડાવી લીધી

Published By: Ajit Jadeja

Last Updated: 11:22 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતા, તેની પુત્રી અને નોકરાણી ઘરે હતા ત્યારે પ્રેમચંદ અને સુશીલ કુમાર નામના વ્યક્તિઓ કુરિયર પહોંચાડવાના નામે ઘરમાં પ્રવેશ્યા હતા.

હૈદરાબાદ શહેરના બેગમપેટમાં એક માતા અને પુત્રીએ બહાદુરી બતાવી જેને જોઇને લોકો તેમના વખાણ કરી રહ્યા છે. તેઓએ સાથે મળીને ઘરને લૂંટાતા બચાવ્યું છે. બંનેની બહાદુરીના કારણે બંને ગુનેગારો ઝડપાઈ ગયા હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ આપેલી માહિતી અનુસાર નવરત્ન જૈન અને તેની પત્ની અમિતા તેમના પરિવાર સાથે મેહોત રસુલપુરાની પૈગા હાઉસિંગ કોલોનીમાં રહે છે. ગુરુવારે લગભગ 2.15 વાગ્યે જ્યારે અમિતા, તેની પુત્રી અને નોકરાણી ઘરે હતા ત્યારે પ્રેમચંદ અને સુશીલ કુમાર નામના વ્યક્તિઓ કુરિયર પહોંચાડવાના નામે ઘરમાં પ્રવેશ્યા હતા.

છરી બતાવી ડરાવવાનો પ્રયાસ

અમિતાએ બંનેને દરવાજાની બહાર જ રહેવા કહ્યું પણ સુશીલ કુમાર હેલ્મેટ પહેરીને ઘરમાં ઘૂસી ગયો અને બેગમાંથી બંદૂક કાઢીને અમિતા પર નિશાન તાક્યું હતું. આ પછી પ્રેમચંદ રસોડામાં ગયો અને નોકરાણીના ગળા પર છરી મૂકી ધમકી આપી હતી. આ પછી તેણે કિંમતી વસ્તુઓ આપવાની માંગણી કરી તે જ સમયે અમિતાએ સુશીલને પગથી જોરથી ધક્કો માર્યો આ પહેલા તેની પુત્રી પણ આવી હતી અને માતા અને પુત્રીએ મળીને લૂંટારૂ સુશીલનો જોરદાર વિરોધ કર્યો હતો. તેણીએ કોઈક રીતે સુશીલને પકડી લીધો અને અવાજ કરવા લાગ્યો. આ દરમિયાન સુશીલ બંને પર હુમલો કરી રહ્યો હતો. માતા-પુત્રીની ચીસો સાંભળીને પડોશીઓ ત્યાં પહોંચ્યા. જો કે તેઓ પહોંચે તે પહેલા સુશીલ ત્યાંથી ભાગી ગયો હતો. બીજી તરફ પ્રેમચંદે છરી બતાવી ધમકી આપી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ત્યાં પહોંચેલા સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને પકડી લીધો હતો.

 

આ પણ વાંચોઃ ગીરમાં 186 સિંહોના મોત, હાઈકોર્ટે રેલવે વિભાગ પાસેથી જવાબ માગ્યો

વીડિયો વાયરલ થયો

હૈદરાબાદના બેગમપેટની માતા-પુત્રીની બહાદુરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. બંનેએ હિંમત બતાવી અને ઘરમાં ઘૂસેલા હથિયારબંધ ગુનેગારોનો હિંમતપૂર્વક સામનો કર્યો. આ દરમિયાન તેઓએ તેની બંદૂક છીનવી લીધી અને તેનો પીછો કર્યો. તેની બહાદુરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘરમાં હાજર મહિલાને ઘટનાની જાણ થતાં જ તેણે મદદ માટે ચીસો પાડવાનું શરૂ કર્યું. આ પછી તેમની પુત્રી પણ મદદ માટે બહાર આવી અને બંનેએ સાથે મળીને સશસ્ત્ર બદમાશનો વિરોધ કર્યો. તેની બંદૂક પણ છીનવી લેવામાં આવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hyderabad Crime News National News ક્રાઇમ માતા-પુત્રીની બહાદુરી સોશિયલ મિડિયા હૈદરાબાદ ક્રાઇમ Hyderabad Crime News

Published by

Ajit Jadeja
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ