બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 186 lions killed in Gir, High Court seeks reply from Railway Department

ખુલાસો / ગીરમાં 186 સિંહોના મોત, હાઈકોર્ટે રેલવે વિભાગ પાસેથી જવાબ માગ્યો

Ajit Jadeja

Last Updated: 03:26 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જંગલ એરિયામાં ટ્રેનની સ્પીડ નિર્ધારિત કરવાની હોય છે પરંતુ ડ્રાઇવર દ્વારા અમલ નહી કરાતા ટ્રેનની ટક્કરે સિંહોના મોતની ઘટનાઓમાં વધારો થયો

ગીરના જંગલમાં અકાળે સિંહના મોતને લઇ હાઇકોર્ટે રેલવે વિભાગ સામે લાલઆંખ કરી છે. હાઇકોર્ટે ગીરના જંગલમાં ટ્રેનના રૂટ પર થતા સિંહના મોતને લઇ જવાબ આપવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે રેલવે વિભાગને આકરા શબ્દોમાં સિંહના મોતને લઇ રેલવે વિભાગે શું કર્યું તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ ભવિષ્યમાં રેલવે વિભાગ દ્વારા કેવા પગલાં લેવાશે તેને લઇને પણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. મહત્વનું છે કે બૃહદ ગીરમાં છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત થયા હોવાનો કોર્ટ મિત્રએ ખુલાસો કર્યો છે. જેમાં 32 સિંહના અકસ્માતે મોત થયાના આંકડા સામે આવ્યા છે. જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન અને ઝડપથી ચાલતી ટ્રેનને કારણે સિંહના મોત થઇ રહ્યા હોવાની અરજી કરાતાં હાઇકોર્ટે રેલવે વિભાગને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે સિંહના મોત અંગે રેલવે વિભાગને 26 માર્ચે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે.

32 સિંહોના રેલવે અકસ્માતમાં મોત

સિંહોના થતા અકાળે મૃત્યુ મુદે હાઇકોર્ટની લાલ આંખ કરી છે. રેલવે વિભાગને વિગતવર જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો કડક આદેશ છે. સિંહોના અકસ્માતે થતા મોતને લઇ રેલવે વિભાગે શુ કર્યુ અને શું કરશે તે વિગતવાર રિપોર્ટ રજૂ કરવો પડશે. છેલ્લા 2 વર્ષમાં 184 માંથી 32 સિંહોના આકસ્મિક મૃત્યુ થયા હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. સિંહોના વિસ્તારમાં રેલવે લાઈન હોવાથી સિંહોના અકાળે મોત થતા હોવાની કોર્ટ મિત્રની રજૂઆત છે.  ગીરના ગેરકાનૂની રીતે લાયન થતાં હોવાનો કોર્ટ મિત્રનો કોર્ટમાં દાવો હતો.  

રેલવે વિભાગે જવાબ રજૂ કરવો પડશે

એડવોકેટ હેમાંગ શાહએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટ દ્વારા રેલવે વિભાગનો જવાબ માગ્યો છે. રેલવેના વકીલ લેટ આવતા કોર્ટ દ્વારા તેમનો ઉધળો લેવામાં આવ્યો હતો. અને સિંહોની સુરક્ષા માટે શું પગલા લીધા તેની સ્પષ્ટતા કરવા રેલવે વિભાગને આદેશ કરાયો છે. રેલવે વિભાગ  દ્વારા જંગલ એરિયામાં ટ્રેનની સ્પીડ સ્લો કરવાની હોય છે, નિર્ધારિત ગતિ પર ટ્રેન ચલાવવાની હોય છે પરંતુ ઘણા ડ્રાઇવરો દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી.જેને કારણે જંગલ વિસ્તારમાં પાટા પર સિંહો અકસ્માતનો ભોગ  બની રહ્યા છે. સિંહના મોત અંગે રેલવે વિભાગને 26 માર્ચે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું મોટું પગલું, રાજસ્થાન, હરિયાણા અને આંધ્રપ્રદેશ પ્રભારી બદલ્યાં

એશિયાટિક સિંહની વસ્તી કેટલી?

વિશ્વમાં એશિયાટીક સિંહોનું એકમાત્ર ઘર ગીર જંગલ અને સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ફેલાયેલા અન્ય સંરક્ષિત વિસ્તારો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર 2020 માં એશિયાટિક સિંહોની વસ્તી 674 હોવાનો અંદાજ છે. રેલ્વેએ એ પણ રેખાંકિત કર્યું છે કે, રેલ્વે ટ્રેકની આસપાસ સિંહોની હિલચાલ નોંધપાત્ર રીતે વધી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ