બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / major move BJP ahead Lok Sabha polls, Rajasthan, Haryana and Andhra Pradesh changed charge
Last Updated: 01:18 PM, 21 March 2024
લોકસભાની ચૂંટણી જાહેરાત થઇ છે સાત તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે બીજેપી દ્વારા ગુરુવારે આ ચુંટણીના મતદાન પહેલા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાન, હરિયાણા અને આંધ્ર પ્રદેશના ચૂંટણી પ્રભારીની બદલી દીધા છે. રાજસ્થાનમાં ભાજપે વર્તમાન પ્રભારી પ્રહલાદ જોશીને હટાવી દીધા છે અને વરિષ્ઠ નેતા વિનય સહસ્રબુદ્ધેને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. વિજયા રાહટકર અને પ્રવેશ વર્માને સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભાજપે આ વખતે પ્રવેશ વર્માની ટિકિટ કેન્સલ કરી છે. ભાજપે રાજસ્થાન ભાજપના પૂર્વ અધ્યક્ષ સતીશ પુનિયાને હરિયાણાના પ્રભારી નિયુક્ત કર્યા છે.
ADVERTISEMENT
19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન
લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનો ચોકવાનારો નિર્ણય સામે આવ્યો છે. પાર્ટી હાઈકમાન્ડે ગુરુવારે રાજસ્થાન, હરિયાણા અને આંધ્ર પ્રદેશના ચૂંટણી પ્રભારીઓની બદલી કરી છે. પ્રથમ તબક્કાના મતદાનના એક મહિના પહેલા લેવાયેલો પક્ષનો આ નિર્ણય ચોંકાવનારો છે. તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે અને આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
હરિયાણામાં આ વર્ષે ભાજપે બિપ્લબ કુમાર દેબને લોકસભા ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. બિપ્લબ કુમાર દેબ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સભ્ય છે. ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને 2018માં ત્રિપુરામાં પાર્ટીની જીતના શિલ્પકાર માનવામાં આવતા હતા. પાર્ટીએ તેમના સ્થાને સતીશ પુનિયાને પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે સુરેન્દ્ર સિંહ નાગરને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આંધ્ર પ્રદેશની વાત કરીએ તો અહીં પાર્ટીએ અરુણ સિંહને નવા ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. સિદ્ધાર્થનાથ સિંહ અહીં અરુણ સિંહને સમર્થન આપશે. તમને જણાવી દઈએ કે આ વખતે ભાજપે આંધ્ર પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે TDP અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. લોકસભા ચૂંટણીની સાથે અહીં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં જાહેરસભાનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે YSR કોંગ્રેસ પાર્ટીની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT
BJP appoints party election incharges and co-incharges in the states of Rajasthan, Haryana and Andhra Pradesh for the Lok Sabha Elections 2024. pic.twitter.com/oytJL0zZif
— ANI (@ANI) March 21, 2024
ADVERTISEMENT
વધુ વાંચો : લોકસભા ચૂંટણીમાં નાણાની હેરફેર પર પહેરો, IT વિભાગે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, નોંધી લો નંબર
ADVERTISEMENT
પહેલા ચરણમાં તમિલનાડુની 29, રાજસ્થનાની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, ઉત્તરાખંડ, અસમ અને મહારાષ્ટ્રની 5-5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની 2-2 અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મૂ-કાશ્મીર, લક્ષદ્વીપ અને પુદુચેરીમાં 1-1 સીટો પર મતદાન થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.