ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Ahmedabad franchise has give crores of rupee to hardik pandya for ipl 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
IPL 2022 માટે તૈયારીઓ શરુ થઇ ગઇ છે . ખેલાડીઓને કરોડો રુપિયા આપીને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાત કરીએ એવા પ્લેયરની જેણે ટૂંક સમયમાં જ કમાણી મામલે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. આ પ્લેયર બીજુ કોઇ નહી પરંતુ હાર્દિક પંડ્યા છે.

ADVERTISEMENT
હાર્દિક મળ્યા 15 કરોડ
અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલ 2022 માટે હાર્દિક પંડ્યાને 15 કરોડ રુપિયા આપીને ટીમમાં સામેલ કરી લીધો છે. તો બીજી તરફ રાશિદ ખાનને પણ 15 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.હાર્દિકે કમાણી મામલે એમએસ ધોનીને પણ પાછળ છોડી દીધો છે.મેગા ઓક્શન પહેલા અમદાવાદ અને લખનૌની 2 નવી ટીમો 3-3 ખેલાડીઓ ઉમેરી શકશે. 8 જૂની ટીમોએ કુલ 27 ખેલાડીઓને રિટેન કર્યા છે. અમદાવાદે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડમાં ટીમમાં સામેલ કર્યા છે. બીજી તરફ શુભમન ગિલને 7 કરોડ રૂપિયા આપવામાં આવશે
ADVERTISEMENT
હાર્દિકને 4 કરોડનો ફાયદો
IPL 2021ની વાત કરીએ તો, પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 11 કરોડ જ્યારે રાશિદને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી 9 કરોડ મળ્યા હતા. આમ આ વર્ષે પંડ્યાને 4 જ્યારે રાશિદને 6 કરોડનો ફાયદો થયો છે. ગઇ સિઝનમાં કેકેઆર દ્વારા ગિલને 1.8 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. અમદાવાદે તેને 7 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે. તેમને લગભગ 5 કરોડનો ફાયદો થયો છે.
ADVERTISEMENT
ધોનીને મળ્યા હતા 12 કરોડ
CSK માટે 4 વખત IPL ટાઇટલ જીતનાર એમએસ ધોનીને ટીમે માત્ર 12 કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે રવિન્દ્ર જાડેજાને CSKની ટીમ પાસેથી સૌથી વધુ 16 કરોડ રૂપિયા મળે છે. આ રીતે પંડ્યા અને રાશિદ બંનેએ પગારના મામલે ધોનીને પાછળ છોડી દીધા છે.
ADVERTISEMENT

વિરાટ કોહલીની બરાબરીએ હાર્દિક
ADVERTISEMENT
વિરાટ કોહલીને RCBએ 15 કરોડની રકમ આપીને ટીમમાં યથાવત રાખ્યો છે. એટલે કે પગારની બાબતમાં હાર્દિક પંડ્યા કોહલીની બરાબરી પર પહોંચી ગયો છે. પંડ્યા પગારની બાબતમાં મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ જસપ્રિત બુમરાહ, કાયરેલ પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવ કરતાં પણ ઘણો આગળ નીકળી ગયો છે.

જસપ્રીત બુમરાહને મળ્યા 12 કરોડ
મુંબઈએ જસપ્રીત બુમરાહને 12 કરોડની રકમ આપીને ટીમમાં રિટેન કર્યો છે. સૂર્યકુમારને 8 કરોડ જ્યારે પોલાર્ડને 6 કરોડ મળશે. એટલે કે પંડ્યાનો પગાર પોલાર્ડ કરતાં લગભગ અઢી ગણો વધારે છે. મુંબઈએ કેપ્ટન રોહિત શર્માને સૌથી વધુ 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. મહત્વનું છે કે મુંબઈએ સૌથી વધુ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ