ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ત્યારે આ અંગે શરદ પવારે કહ્યું કે, એક સપ્તાહમાં સીટોને લઇ સત્તાવાર જાહેરાત કરીશું. ડિસેમ્બરના અંતમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ કોંગ્રેસ અને NCP પાસે કુસલ 62 બેઠકો છે.
ADVERTISEMENT
Sharad Pawar,NCP Chief: There is an understanding on about 240 seats between NCP and Congress ahead of assembly elections. Also, we are in talks with other parties for rest of the seats. I am expecting that in coming 8-10 days all seats will be decided. #Maharashtra pic.twitter.com/3HT8CqeCvG
— ANI (@ANI) July 28, 2019
ADVERTISEMENT
જણાવી દઇએ કે, NCP ને મોટો ઝટકો લાગ્યો છે, પાર્ટીના મુંબઇ અધ્યક્ષના અધ્યક્ષ સચિન અહીર ગુરુવારના રોજ શિવસેનામાં સામેલ થયાં છે.

ADVERTISEMENT
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, યુવાસેના પ્રમુખ આદિત્ય ઠાકરે અને અન્ય વરિષ્ઠ નેતાઓ બાંન્દ્રામાં ઠાકરેના નિવાસ માતોશ્રી પર યોજાયેલ સમારોહમાં અહીર તથા તેની પત્ની સંગીતાનું પાર્ટીમાં ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઠાકરેને ત્યાં હાજર જનસમૂહને ઉત્સાહપૂર્વક અહીરના કાંડા પર પ્રતિકાત્મક શિવ બંધન બાંધીને ફુલોનો ગુલદસ્તો આપ્યો હતો.
આપને જણાવી દઇએ કે, આ પહેલા 2014માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠકની વહેચણીને લઇને વાત જામી નહી જેના કારણે બંન્ને પાર્ટીઓએ અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસમાં NCPના વિલય અંગે ચાલી હતી ચર્ચા
મહારાષ્ટ્રમાં NCPની કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં શરદ પવાર સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસમાં NCPના વિલય અંગે ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે આ મામલે રાહુલ ગાંધીએ પણ શરદ પવાર સાથે બેઠક કરી હતી.
ADVERTISEMENT

જો NCPનું કોંગ્રેસમાં વિલય થઈ જાય તો શરદ પવાર માટે પણ રાજ્યસભાનો માર્ગ ખુલી શકે છે અને લોકસભામાં કોંગ્રેસની બેઠકોનું માળખુ પણ 51થી 56 થઈ શકે છે. તો વિપક્ષમાં બેસવા માટે કોંગ્રેસને પણ તક મળી શકે છે.
ADVERTISEMENT
વિલયથી કોંગ્રેસ-NCP ને થઇ શકે ફાયદો
એક કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, NCP અને કોંગ્રેસ વચ્ચે વિલય સંભવ નથી. તેઓ કહે છે કે, પરંતુ જો તે થઇ રહ્યું તો તેમાં NCP અને કોંગ્રેસ બંન્નેને ફાયદો થાય છે. લોકસભામાં કોંગ્રેસની સંખ્યા 51થી વધીને 56 થઇ જશે. જો કે, લોકસભામાં વિપક્ષના નેતા બનવા માટે યોગ્ય છો. આ સાથે જ શરદ પવારને પણ રાજ્યસભામાં પદ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો