બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / After Ranu Mandal Farmani Naj become new singing sensation on social Media

VIRAL / લોકો આ મહિલાને ગાતા સાંભળીને રાનૂ મંડલને ભૂલી રહ્યાં છે

Published By: Bhushita

Last Updated: 10:46 AM, 11 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલાં જે મહિલા રેલવે સ્ટેશન પર ગાતી હતી તે આજે બોલિવૂડ સિંગર બની ચૂકી છે. નામ રાનૂ મંડલ છે. સોશ્યિલ મીડિયાથી તેની ઓળખ વધી અને તેનો અવાજ લોકો સુધી પહોંચ્યો. હવે આ જ રીતે એક અન્ય મહિલાનું ગીત વાયરલ થઈ રહ્યું છે. આ મહિલા વીડિયોમાં 'મિલો ન તુમ તો હમ ગભરાયે' ગીત ગાતી જોવા મળી રહી છે.

  • રાનૂ મંડલ બાદ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો નવો વીડિયો
  • 'મિલો ન તુમ તો હમ ગભરાયે' ગીત થઈ રહ્યું છે વાયરલ
  • લોકો આ મહિલાને સાંભળ્યા બાદ ભૂલી રહ્યા છે રાનૂ મંડલને

આ મહિલાની ખાસિયત છે કે તે કામ કરતા કરતા પણ સરળ રીતે પોતાનું ગીત ગાઈ શકે છે. તમે વીડિયોમાં જોશો કે મહિલા જ્યારે ગીત ગાઈ રહી છે ત્યારે તે પોતાના માટીના ચૂલાને પણ લીંપણ કરી રહી છે. તેના સૂરીલા અવાજ સામે લોકો રાનૂ મંડલને પણ ભૂલી રહ્યા છે.

સિમ્પલ વીડિયોથી પહોંચી લોકો સુધી

આશૂ બચ્ચન નામના એક વ્યક્તિએ પોતાના ફેસબુક પર આ વીડિયો 5 સપ્ટેમ્બરે અપલોડ કર્યો હતો. ત્યારપછી આ જ મહિલાનો અન્ય વીડિયો 25 સપ્ટેમ્બરના રોજ અપલોડ થયો હતો. તેમાં આ મહિલા 'ખુદા ભી જબ તુમ્હે મેરે પાસ દેખતા હોગા' ગીત ગાતી જોવા મળી રહી છે. પલંગ પર બેઠી છે, પાસે બોટલથી દૂધ પીતું એક નાનું બાળક સૂતું છે. 

સૂરીલા અવાજના ફેન બન્યા લોકો

ત્રીજો વીડિયો 30 સપ્ટેમ્બરે પોસ્ટ કરવામાં આવ્યો જેમાં તે 'વાદા ન તોડ' ગીત ગાતી જોવા મળી રહી છે. ત્રણેય વીડિયોમાં તેનો અવાજ એટલો સારો છે કે લોકો તેને જ સાંભળવામાં રાનૂ મંડલને ભૂલી રહ્યા છે. આશૂ બચ્ચને પોતાના યૂટ્યૂબ ચેનલ પર પણ આ દરેક વીડિયો અપલોડ કર્યા છે.

જાણો કોણ છે આ મહિલા?

આ મહિલાનું નામ છે ફરમાની નાઝ. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક નાના ગામમાં રહે છે. બાળપણથી ગીત ગાવું તેને પસંદ છે. ગાતી રહેતી હતી. ક્યારેય કોઈ ટ્રેનિંગ લીધી નથી. ટીવી રેડિયો કે આસપાસથી કોઈ અવાજ આવતી, તો તેને પોતે જ ગણગણાવતી. તેના પતિને ફરમાની નાઝનું ગીત ગાવું પસંદ નથી. પરંતુ તેના પિતા તેને ખૂબ જ સપોર્ટ આપતા. યૂટ્યૂબ અને ફેસબુક પર વીડિયો વાયરલ થયા બાદ કોઈ પણ વ્યક્તિ ફરમાનીને રાનૂ મંડલની બહેન ગણાવી રહ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Farmani Naj Ranu mandal Social Media Video viral new singing sensation ફરમાની નાઝ રાનૂ મંડલ વીડિયો વાયરલ Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ