બ્રેકિંગ ન્યુઝ
VTV / After Jio, now this big company has announced the 5G service, along with the launch date
Hiralal
Last Updated: 04:56 PM, 29 August 2022
ADVERTISEMENT
દેશમાં અત્યંત ઝડપી મોબાઈલ ઈન્ટરનેટ સેવા 5G સર્વિસનો ધમધમાટ શરુ થયો છે. દિવાળી સુધીમાં દેશના ઘણા શહેરોમાં 5G મોબાઈલ સર્વિસ શરુ થઈ રહી છે. પહેલા જિઓ અને હવે એરટેલે પણ દિવાળી સુધીમાં તેની 5જી સેવા શરુ કરવાની જાહેરાત કરી દીધી છે.
એરેટેલ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરશે 5જી
જિઓ બાદ હવે બીજી મોટી મોબાઈલ સેલ્યુલર કંપની એરટેલે પણ તેની 5જી સેવા શરુ કરવાની જાહેરાત કરી છે. એરટેલના ચેરમેન સુનિલ મિત્તલે કહ્યું કે એરટેલ ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી દેશમાં 5G સર્વિસ શરૂ કરશે. ઇકોનોમી સમિટમાં બોલતા સુનીલ મિત્તલે એરટેલ 5જી પ્લાનની કિંમત અંગે પણ ઘણી મહત્વની વાતો કહી છે. તેમનું કહેવું છે કે 5જી ભોગવવા માટે એરટેલના ગ્રાહકોને 'થોડી વધારે' કિંમત ચૂકવવી પડશે. તેમનું કહેવું છે કે, તે ભલે એરટેલ 5જી માટે નવા પ્લાન ન લાવે પરંતુ આ સર્વિસને પોતાના પ્રીમિયમ પ્લાનમાં જોડવાની પણ વિચારણા કરી રહી છે.
ADVERTISEMENT
દિવાળી સુધીમાં જિઓની 5જી સેવા શરુ થશે
ઉલ્લેખનીય છે કે રિલાયન્સની સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ દિવાળી સુધીમાં દેશના ઘણા શહેરોમાં જિઓની 5જી સેવા શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધીમાં બે કંપનીઓએ 5જી સેવા શરુ કરવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં બીજી કંપનીઓ પણ તેની 5જી સેવા શરુ કરવાની તારીખ જણાવશે.
બીજી કંપનીઓ પણ 5જી સેવા કરવાની કરી શકે જાહેરાત
જિઓ અને એરટેલ બાદ હવે બાકીની કંપનીઓ પણ 5જી સેવાની જાહેરાત કરી શકે છે. સરવાળે બધી મોબાઈલ કંપનીઓ ઓક્ટોબર સુધીમાં 5જી સેવા શરુ કરવાનો વિચાર ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.