બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Adopt these 5 remedies in your lifestyle from today

આરોગ્ય ટિપ્સ / કબજિયાતથી છૂટકારો, પાચનમાં રાહત.. આજથી જ લાઇફસ્ટાઇલમાં અપનાવો આ 5 ઉપાય, બીમારીઓ જડમૂળથી ગાયબ!

Pooja Khunti

Last Updated: 08:56 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ સાફ કરવા અને કબજિયાતથી રાહત મેળવવા માટે ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. પાચન તંત્ર માટે ફાયબર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફળો, શાકભાજી, અનાજ, ડ્રાઈ ફ્રૂટ્સ અને બીજમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે.

  • પેટ સાફ રાખવા માટે લોકોએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ
  • પાચન તંત્ર માટે ફાયબર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે
  • અળસીના બીજનો ઉપયોગ કબજિયાતની પરંપરાગત સારવાર તરીકે થાય છે

સવાર-સવારમાં પેટ સાફ ન થાય તો લોકો આખો દિવસ પરેશાન રહે છે. ઘણીવાર પેટ સાફ ન થવાની સમસ્યા કબજિયાતમાં ફેરવાઈ જાય છે અને ધીમે-ધીમે પાઈલ્સ, અલ્સર સહિતની ગંભીર બીમારીઓનું જોખમ ઉભું કરે છે. આવી સ્થિતિમાં દરરોજ પેટ સાફ થવું ખૂબ જ જરૂરી છે. જાણો પેટ સાફ કરવાની 5 કુદરતી અને અસરકારક રીતો વિશે. 

પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન 
પેટ સાફ રાખવા માટે લોકોએ દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર હાઇડ્રેટેડ રહેવું એ સારું પાચન જાળવવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે. શિયાળાની ઋતુમાં તમે હૂંફાળું પાણી પી શકો છો. તેનાથી પાચનતંત્ર સુધરશે. હૂંફાળા પાણીમાં થોડું મીઠું ઉમેરીને પીવાથી પણ પેટ સાફ થાય છે.

ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ
પેટ સાફ કરવા અને કબજિયાતથી રાહત મેળવવા માટે ફાઈબરવાળા ખોરાકનું સેવન કરવું જોઈએ. પાચન તંત્ર માટે ફાયબર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફળો, શાકભાજી, અનાજ, ડ્રાઈ ફ્રૂટ્સ અને બીજમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. પપૈયા, કેળા, સફરજન, નારંગી, રાસબેરી, બ્રોકોલી, લીલા વટાણા, બટાકા, ગાજર વગેરે સેવન કરીને પેટ સાફ રાખી શકાય છે.

વાંચવા જેવું: ભલભલી પથરીના ભૂક્કા બોલાવી દેશે આ ચીજ, નહીં પડે ઓપરેશનની જરૂર!

ફળો અને શાકભાજીનો રસ 
ફળો અને શાકભાજીનો રસ કોલોન એટલે કે મોટા આંતરડાને સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો સફાઇનું કામ કરે છે અને પેટમાં જમા થયેલી ગંદકીને બહાર ફેંકી દે છે. કબજિયાતના દર્દીઓ માટે ફળ અને શાકભાજીનો રસ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમને ડાયાબિટીસ હોય તો ફળોનો રસ પીતા પહેલા ડાયેટિશિયન અથવા ડોક્ટરની સલાહ લો. 

અળસીના બીજ
પેટ સાફ કરવામાં અળસીના બીજ ખૂબ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે. અળસીના બીજનો ઉપયોગ કબજિયાતની પરંપરાગત સારવાર તરીકે થાય છે. અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે પાચનને સુધારે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. તમે અળસીના બીજને આખા ખાઈ શકો છો અથવા તેનો પાવડર બનાવી શકો છો.

દેશી ઘી
સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં મતે પેટ સાફ કરવા માટે લોકોએ સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી દેશી ઘી ઉમેરીને પીવું જોઈએ. આ પછી 30 મિનિટ વોક કરો. આમ કરવાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ જશે અને તમે જૂની કબજિયાતથી પણ છુટકારો મેળવી શકશો. તમે આ લાંબા સમય સુધી કરી શકો છો. તેનાથી સ્વાસ્થ્યને લાભ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ