બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Aditya-L1 Mission Who is Nigar Shaji, whose hard work ISRO made history near the sun

મિશન Aditya-L1 / પિતા ખેડૂત, સરકારી સ્કૂલમાં ભણી... કોણ છે નિગાર શાજી, જેમની મહેનતના કારણે ISROએ સૂર્યની નજીક રચ્યો ઈતિહાસ

Megha

Last Updated: 01:08 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોજેક્ટ ડાયરેક્ટ નિગાર શાજી એક નમ્ર અને હસમુખી મહિલા કે જેણે આ મિશનને સફળ બનાવવા માટે તેમની ટીમ સાથે આઠ વર્ષ સુધી અથાક મહેનત કરી અને ઘણી મહિલાઓ માટે રોલ મોડલ બની ગઈ છે.

  • ISRO"વિજ્ઞાન અને અવકાશ"ની દુનિયામાં ભારતનો સુવર્ણ ઈતિહાસ લખી રહ્યું છે.
  • પ્રોજેક્ટ ડાયરેક્ટ નિગાર શાજીએ આ મિશનને સફળ બનાવવા માટે અથાક મહેનત કરી. 
  • મિશન આદિત્ય L1 ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સમયની સાથે, "વિજ્ઞાન અને અવકાશ"ની દુનિયામાં ભારતનો સુવર્ણ ઈતિહાસ લખી રહ્યું છે. તેનું તાજું ઉદાહરણ છે ‘આદિત્ય એલ-1’ મિશન. સૂર્યનો અભ્યાસ કરવા માટેનું દેશનું પ્રથમ અવકાશ-આધારિત મિશન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર 'લેગ્રેન્જ પોઈન્ટ 1' પર સફળતાપૂર્વક પહોંચી ગયું છે. સૂર્ય મિશનની કમાન એક મહિલા વૈજ્ઞાનિકના હાથમાં છે. તેનું નામ નિગાર શાજી છે (Nigar Shaji). આદિત્ય એલ-1 ની સફળતા બાદ આખી દુનિયામાં નિગાર શાજીની ચર્ચા થઈ રહી છે.

ચંદ્ર બાદ હવે સૂર્ય પર લહેરાશે ભારતનો પરચમ! મિશન આદિત્યને લઇ ISROએ આપી મોટી  ખુશખબરી | ISRO's solar mission 'Aditya L1' will reach its target at 4 pm  today

પ્રોજેક્ટ ડાયરેક્ટ નિગાર શાજી એક નમ્ર અને હસમુખી મહિલા કે જેણે આ મિશનને સફળ બનાવવા માટે તેમની ટીમ સાથે આઠ વર્ષ સુધી અથાક મહેનત કરી. ઈસરોના ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર 59 વર્ષીય શાજી હવે અવકાશ વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા ઈચ્છતી ઘણી મહિલાઓ માટે રોલ મોડલ બની ગઈ છે.

શાજી 1987માં ઇસરો સાથે જોડાયા હતા અને તે ભારતના પ્રથમ સૌર મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટર પણ બન્યા હતા. આ પહેલા તેઓ રિસોર્સસેટ-2Aના એસોસિએટ પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. એમને આંધ્ર કિનારે શ્રીહરિકોટા સ્પેસ પોર્ટ પર કામ કરીને ઈસરોમાં તેમના કાર્યકાળની શરૂઆત કરી હતી. બાદમાં તેને બેંગલુરુના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. 

કોણ છે નિગાર શાજી? 
તમિલનાડુના તેનકસીના સેંગોટાઈ વિસ્તારના શાજી એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા શેખ મીરાં કોલેજ ગ્રેજ્યુએટ હતા. શાજી ધોરણ 10 અને 12 માં જિલ્લા ટોપર હતી. વર્ષ 1986માં, તેમણે સરકારી એન્જિનિયરિંગ કોલેજ, તિરુનેલવેલીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં B.Tech કર્યું અને બાદમાં BITS, પિલાનીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.

સૂર્યયાનને લઈને આવ્યા સારા સમાચાર, આદિત્ય-એલ1 ને લઈને Isro એ આપ્યું મોટું  અપડેટ, પ્રથમ વખત બદલી ભ્રમણકક્ષા / Aditya-L1 Mission: Good news about Aditya -L1! First leap into ...

શાજી અને તેની ટીમે 2016માં આદિત્ય L1 પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું પણ કોરોના સમયગાળા ઈસરોની પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ ગઈ હતી, પરંતુ પ્રોજેક્ટનું કામ ક્યારેય અટક્યું ન હતું. તેમણે અને તેમની ટીમે સાત વૈજ્ઞાનિકએ સોલાર ઓર્બિટ પર કામ કરવાનું ચાલુ રાખ્યું. નોંધનીય છે કે મિશન આદિત્ય L1 ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. 

આદિત્ય L1 મિશનમાં શું કરશે?
અત્યાર સુધી ઈસરો જમીન પર આધારિત ટેલિસ્કોપ દ્વારા સૂર્યનો અભ્યાસ કરતું હતું, પરંતુ તેનાથી સૂર્યનું વાતાવરણ ઉંડાણમાં દેખાતું ન હતું. તેનું બાહ્ય પડ કોરોના આટલું ગરમ ​​કેમ છે અને તેનું તાપમાન શું છે તે જાણી શકાયું નથી. પરંતુ આદિત્ય સાથે ગયેલા સાધનો આના પર પ્રકાશ પાડશે. સૂર્ય એ આપણી પૃથ્વીનો સૌથી નજીકનો તારો છે. આનાથી ઘણી ઉર્જા બહાર આવે છે. સૌર જ્યોત પણ સતત વધી રહી છે. જો તેમની જ્વાળાઓની દિશા પૃથ્વી તરફ વળે છે, તો અવકાશયાન, ઉપગ્રહો અને સંચાર પ્રણાલીને નુકસાન થઈ શકે છે. આદિત્ય L1 આવી સૌર ઘટનાઓ વિશે સમયસર માહિતી આપશે, જેથી નુકસાન ઘટાડી શકાય.

વધુ વાંચો: BIG NEWS : ઈસરોએ ઈતિહાસ રચ્યો, આદિત્ય L1 ફાઈનલ ઓર્બિટમાં પહોંચ્યું, હવે ઉકેલશે મોટા રહસ્યો

મિશનમાં સામેલ આ વસ્તુઓ વિશે પણ જાણો

VELC (કોરોનાગ્રાફ): આ એક ટેલિસ્કોપ છે, જે 24 કલાક સૂર્યના કોરોના પર નજર રાખશે અને દરરોજ 1,440 ચિત્રો મોકલશે.
સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT): તે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લેશે.
સોલેક્સ અને HEL1OS: સૂર્યના એક્સ-રેનો અભ્યાસ કરશે.
ASPEX અને પ્લાઝમા વિશ્લેષક (PAPA): સૌર પવનોનો અભ્યાસ કરશે અને તેમની ઊર્જા સમજાવશે.
મેગ્નેટોમીટર: L1 બિંદુની આસપાસના ચુંબકીય ક્ષેત્રને માપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ