બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / ભારત / Aditya-L1 Enters Final Orbit, PM Says "India Creates Yet Another Landmark"

સ્પેસ / BIG NEWS : ઈસરોએ ઈતિહાસ રચ્યો, આદિત્ય L1 ફાઈનલ ઓર્બિટમાં પહોંચ્યું, હવે ઉકેલશે મોટા રહસ્યો

Hiralal

Last Updated: 04:49 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોનું સૂર્ય મિશન અત્યંત સફળ રહ્યું છે. શનિવારે આદિત્ય એલ1 મિશને તેની ફાઈનલ ઓર્બિટમાં પ્રવેશ કરી લીધો હતો.

  • ઈસરોનું સૂર્ય મિશન પણ સફળ  
  • આદિત્ય L1 લેગ્રેન્જ પોઈન્ટ' પહોંચ્યું 
  • પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર રહીને સૂર્યનો કરશે સ્ટડી 
  • પીએમ મોદીએ કહ્યું ભારતે ફરી ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી 

ચંદ્ર મિશન બાદ હવે ઈસરોનું સૂર્ય મિશને પણ ઝળહળતી સફળતા મેળવી લીધી છે. એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરતા ઈસરોએ તેના સૂર્ય મિશન આદિત્ય L1ને સૂર્યની ફાઈનલ ઓર્બિટમાં ગોઠવી દીધું છે. 

15 લાખ કિલોમીટર દૂર ફાઈનલ ઓર્બિટમાં ગોઠવાયું 
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શનિવારે દેશના પ્રથમ અવકાશ-આધારિત મિશન 'આદિત્ય L1' અવકાશયાનને સૂર્યનો અભ્યાસ કરવા માટે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર તેની ફાઈનલ ઓર્બિટમાં મૂક્યું છે.  અવકાશયાન પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ 1 L1 ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. 

શું લાભ મળશે 
ઈસરોના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'L1 પોઈન્ટ'ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં ઉપગ્રહમાંથી સૂર્યને સતત જોઈ શકાય છે. તેમણે કહ્યું કે આનાથી સૌર પ્રવૃત્તિઓનું અવલોકન કરવામાં અને વાસ્તવિક સમયમાં અવકાશના હવામાન પર તેની અસરને વધુ લાભ મળશે.

શું છે 'લેગ્રેન્જ પોઈન્ટ' 

લેન્ગ્રેજ પોઈન્ટનું નામ ગણિતશાસ્ત્રી જોસેફી-લુઇસ લેન્ગ્રેજના નામ પરથી રાખવામાં આવ્યું છે. 'લેગ્રેન્જ પોઈન્ટ' એ એવો પ્રદેશ છે જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પુરુ થાય છે અને સૂર્યનું શરુ થાય છે. લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે અને આદિત્ય એલ1 અહીંથી સૂર્યની આસપાસ ફરીને તેનો સ્ટડી કરશે અને માહિતી ઈસરોને મોકલશે. 

આદિત્ય-એલ1 શું છે?
આદિત્ય-એલ1 ભારતની પ્રથમ અવકાશ આધારિત વેધશાળા છે. તે સૂર્યથી એટલું દૂર સ્થિત કરવામાં આવશે કે તે ગરમ થશે પરંતુ તેને નુકશાન નહીં થાય કારણ કે ફોટોસ્ફિયરનું તાપમાન સૂર્યની સપાટીથી સહેજ ઊંચું 5500 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. 

સૂર્યનો અભ્યાસ કરી રહેલા નાસાના ચાર સેટેલાઈટ સાથે જોડાયું 
હવે આદિત્ય સૂર્યનો અભ્યાસ કરતા નાસાના અન્ય ચાર ઉપગ્રહોના જૂથમાં જોડાયું છે. આ ઉપગ્રહોમાં વિન્ડ, એડવાન્સ્ડ કમ્પોઝિશન એક્સપ્લોરર (એસીઇ), ડીપ સ્પેસ ક્લાઇમેટ ઓબ્ઝર્વેટરી (DSCOVER) અને નાસા-ઇએસએનું સંયુક્ત મિશન SOHO એટલે કે સોલર અને હેલિયોસ્ફેરિક ઓબ્ઝર્વેટરીનો સમાવેશ થાય છે.

આદિત્ય એલ1 ભારતના 50 હજાર કરોડ ઉપગ્રહોને સાચવશે 
આદિત્ય-એલ-1 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજીએ જણાવ્યું છે કે આ મિશન માત્ર સૂર્યનો અભ્યાસ કરવામાં જ મદદ નહીં કરે તે બીજુ એક એક ખાસ કામ કરશે. 400 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટથી સૌર તોફાન વિશે પણ માહિતી મળશે તે ઉપરાંત ભારતના પચાસ હજાર કરોડ રૂપિયાના પચાસ ઉપગ્રહોને સુરક્ષિત કરવામાં આવશે. જે પણ દેશ આવી મદદ માંગશે તેને પણ મદદ કરવામાં આવશે.

આદિત્ય-એલ1 સ્પેસક્રાફ્ટ શું કરશે?
- સૌર તોફાન, સૌર તરંગોના કારણો અને પૃથ્વીના વાતાવરણ પર તેની શું અસર પડે છે તેનો સ્ટડી કરશે
- આદિત્ય એલ-1 સૂર્યના કોરોનાથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે 
- સૌર પવનોના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે 
- સૌર વાતાવરણને સમજવાનો પ્રયાસ કરશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ