ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / adani group to acquire above 26 percent stake in ndtv launches open offer

BIG NEWS / અદાણી ગ્રુપ NDTVનો 29.18 ટકા હિસ્સો ખરીદવાની ઓફર આપશે, અદાણી મીડિયા નેટવર્કના CEOએ આપી જાણકારી

Published By: Pravin

Last Updated: 07:06 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ અદાણી ગ્રુપની કંપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડે મીડિયા હાઉસ NDTV માં ભાગીદારી ખરીદવાની ઓફર આપશે, જે ઓપન ઓફર હશે.

ADVERTISEMENT

  • અદાણી ગ્રુપની મોટી જાહેરાત
  • મીડિયા હાઉસ એનડીટીવીમાં 29.18 ટકા ભાગીદારી ખરીદવાની ઓફર આપશે
  • અદાણી ગ્રુપની કુલ ભાગીદારી 55 ટકાથી વધી જશે

ગૌતમ અદાણી ગ્રુપની કંપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડે મીડિયા હાઉસ NDTV માં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે.અદાણી ગ્રુપ  NDTV એટલે કે નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડમાં 26 ટકા ભાગીદારી અધિગ્રહણ કરશે. તો વળી ખુલી ઓફર દ્વારા એનડીટીવીમાં 29.18 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરશે. આવી રીતે અદાણી ગ્રુપની કુલ ભાગીદારી 55 ટકાથી વધારે થઈ જશે અને તે મીડિયા કંપનીમાં મેડર સ્ટેકહોલ્ડર કહેવાશે. આ ડીલ લગભગ 495 કરોડ રૂપિયાની હોવાની આશા છે. 

શું કહ્યું સંજય પુગલિયાએ-

એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડના સીઈઓ અને સીનિયર જર્નલિસ્ટ સંજય પુગલિયાએ એક નિવેદનમાં કહ્યું કે, આ અધિગ્રહણ મીડિયા ઈંડસ્ટ્રીમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. અમે ભારતીય નાગરિક, ગ્રાહકો અથવા ભારતમાં રસ દાખવનારાને સૂચના અને જ્ઞાન સાથે સશક્ત બનાવવા માગીએ છીએ. એનડીટીવી અમારા દ્રષ્ટિકોણને પુરા કરવા માટે સૌથી કારગર પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે સમાચાર વિતરણમાં NDTVના નેતૃત્વને મજબૂત કરવા માટે તત્પર છીએ. 

આ વાતની જાણકારી જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડે કરી છે, જે અદાણી ગ્રુપ તરફથી ઓફરને મેનેજ કરી રહ્યા છે. ઓફરમાં કહેવાયુ છે કે, સેબી રેગ્યુલેશન 8(2)માં જે કિંમત નિર્ધારિત છે. તેનાથી વધારે ઓફર પ્રાઈસની રજૂઆત કરવામાં આવી છે. મંગળવારે એનડીટીવીના શેર બીએસઈમાં 366.20 રૂપિયા રહ્યા, જે પાછા ફાઈનાન્સિયલ દિવસોથી 2.61 ટકા વધારે છે. કંપનીની આવક નાણાકીય વર્ષ 2021-22માં 230.91 કરોડ રૂપિયા હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Adani Group NDTV અદાણી ગ્રુપ એનડીટીવી NDTV

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ