ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / aarif kothari and his team attack on police

અસામાજિક તત્વોનો આતંક / વૉન્ટેડ આરીફને પકડવા ગયેલ પોલીસ પર ટોળાંનો હુમલો, PSIના કપડાં ફાડી નાંખ્યા

Published By: Khyati

Last Updated: 10:58 AM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર, આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર કર્યો હુમલો

ADVERTISEMENT

  • સુરતના રાંદેરમાં પોલીસની ટીમ ઉપર હુમલો
  • કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીના માણસોએ કર્યો હુમલો
  • વોન્ટેડ આરીફ કોઠારીએ પોલીસ ઉપર હુમલો કર્યો

રાજ્યમાં પોલીસ પર હુમલાના બનાવ વધી રહ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તાર બાદ હવે સુરતમાં પણ આરોપીને પકડવા જતી પોલીસ પર હુમલો કર્યો હોવાનું  સામે આવી રહ્યું છે. સુરતનો વોન્ટેડ માથાભારે શખ્સ સજ્જુ કોઠારીના માણસોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.  પોલીસ સુરતના રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઇ આરીફ કોઠારીને પકડવા ગઇ હતી.  પોલીસે તેને પકડી પણ લીધો પરંતુ  તે દરમિયાન સજ્જુ કોઠારીના માણસોએ પોલીસની ટીમ પર હુમલો કરીને આરીફને છોડાવી લીધો. 

PSIનો શર્ટ ફાડી નાંખ્યો, અન્ય પોલીસકર્મીને માર માર્યો

રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતના સ્ટાફ ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે ઝૂંપડપટ્ટી તાપી નદીના પાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન નાનપુરાના કુખ્યાત શખ્સ સજ્જુ કોઠારીના ભાઇ આરીફને જોયો.  પોલીસે આરીફને દબોચી લીધો પરંતુ તેણે બુમાબુમ કરતા આશરે 40થી વધારો લોકોનું ટોળુ ભેગુ થઇ ગયુ. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો.પીએસઆઇ હડીયાનો શર્ટ ફાડી નાંખ્યો હતો. તેમજ અન્ય પોલીસ કર્મીઓ સાથે મારામારી કરીને આરીફને છોડાવી લીધો હતો. ઘટનાને પગલે  ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. મહત્વનું છે કે આરીફ સજ્જુ કોઠારીને લાજપોર જેલ પાસેથી ભગાડવાના ગુનામાં વોન્ટેડ છે.

વડોદરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો 

વડોદરાના રાવપુરામાં પોલીસ રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા ગઇ હતી. મિયા અબ્બાસના ખાંચામાં  પોલીસ જ્યારે  આરોપીને પકડવા ગઇ તો  ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો અને આરોપીને છોડાવી ગયા.  હુમલા બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું.

સંકળાયેલા મુદ્દાઓ

surat આરીફ કોઠારી પોલીસ પર હુમલો રાંદેર પોલીસ સજ્જુ કોઠારી surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ