બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / AAP will adopt Punjab-like strategy regarding CM face

કોનું થશે 'રાજ'તિલક? / ગુજરાતમાં CM ફેસને લઈને પંજાબ જેવી રણનીતિ અપનાવશે AAP? મોટા એલાનની તૈયારીમાં કેજરીવાલ: રિપોર્ટ

Malay

Last Updated: 10:17 AM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સીએમ ચહેરા માટે એક અભિયાન ચલાવશે. જેમાં પાર્ટી લોકો પાસેથી સૂચનો માંગશે.

 

  • ગુજરાતમાં પણ સ્થાનિક ચહેરા પર જ ચૂંટણી લડશે AAP
  • ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો કોણ હશે?
  • AAP એક અભિયાન ચલાવશે અને લોકો પાસેથી માંગશે સૂચનો 

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવા હવે ઘડીઓ ગણાઈ રહી છે. રાજકારણની શતરંજમાં તમામ પક્ષોએ એકબીજાને મ્હાત આપવા બાજી બિછાવી દીધી છે. આ ક્રમમાં આમ આદમી પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, AAP પંજાબની તર્જ પર ગુજરાતમાં પણ સ્થાનિક ચહેરા પર જ ચૂંટણી લડશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો કોણ હશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ માટે AAP એક અભિયાન ચલાવશે અને લોકો પાસેથી સૂચનો માંગશે.

લોકો પાસેથી માંગશે સૂચનો
વાસ્તવમાં પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તારીખોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે ચહેરાની જાહેરાત કરી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ આવું જ પગલું ભરી શકે છે. જો કે, આ માટે લોકો પાસેથી સૂચનો પણ લેવામાં આવશે.

ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી પાર્ટીના બે મોટા ચહેરા 
ગુજરાત ભાજપનો સૌથી મોટો ગઢ છે તેમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જો CM ફેસનું એલાન કરવામાં આવે તો તેમાં હાલ જોવા જઈએ તો બે નામો સૌથી વધારે આગળ દેખાઈ રહ્યા છે, ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી. એવામાં કેજરીવાલ લોકોને કહી શકે છે કે AAPમાં તમને જે નેતા સૌથી વધુ પસંદ છે તેમનું નામ જણાવો અને સ્પેશ્યલ કેમ્પેન બાદ નામનું એલાન કરવામાં આવી શકે છે. 

વારંવાર IB રિપોર્ટનો દાવો 
બીજી તરફ કેજરીવાલ દ્વારા વારંવાર IB ના રિપોર્ટને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે IBના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં AAP ની સરકાર બનવા જઈ રહી છે તથા સ 90થી 93 બેઠકો આવી શકે છે.

કેજરીવાલે કર્યો હતો દાવો
તો બીજી બાજુ ગુજરાતના પંચમહાલમાં જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 90થી 93 સીટો મળી શકે છે. કેજરીવાલે આ ચૂંટણી રેલીમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. સાથે જ એમ પણ કહ્યું હતું કે, 'આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં 90થી 93 સીટો જીતશે, પરંતુ આ આંકડો 150 સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે.'

1 નવેમ્બરે થઈ જશે તારીખો જાહેરઃ રિપોર્ટ્સ 
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચૂંટણી પંચ 1 નવેમ્બરે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થઈ જશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મતદાન થઈ શકે છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 1થી 2 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 4થી 5 ડિસેમ્બરે થઈ શકે છે. તો હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીના પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થઈ શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ