બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / Aam Aadmi Party leader Sanjay Singh shocking tweet

આક્ષેપ / સંજય સિંહ સહિત 36 AAP નેતાઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી હોવાનો આરોપ, જાણો શું છે મામલો

Dinesh

Last Updated: 11:52 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની ધરપકડ બાદ સંજય સિંહએ ટ્વીટ કરી કહ્યું કે, દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય તેમજ ધારાસભ્ય ઋતુરાજ જાનીની ધરપકડ કરી છે

  • આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહએ ચૌંકાવનારી ટ્વીટ
  • દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય ધરપકડ કરી છે
  • ધારાસભ્ય પ્રભારી દુર્ગેશ પાઠકે પણ દિલ્હી પોલીસ પર આક્ષેપ કર્યો


આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહએ ચૌંકાવનારી ટ્વીટ કરી છે. જેનાથી દિલ્હીનો રાજકીય માહોલ ગરમાયો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, દિલ્હી પોલીસે મારી અને મંત્રી ગોપાલ રાય તેમજ ધારાસભ્ય ઋતુરાજ જા, દિનેશ મોહનિયા, રોહિત મેહરૌલિયા તેમજ આદિલ ખાન સહિત કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીનો આક્ષેપ
આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, તેમના 36થી વધુ નેતાઓ પોલીસે અટકાયત કરી લીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને MCD પ્રભારી દુર્ગેશ પાઠકે દિલ્હી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, દુર્ભાવનાપૂર્ણ કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. પોલીસે ઈન્દ્રપુરીના કાઉન્સિલર જ્યોતિ ગૌતમ, વોર્ડ પ્રમુખ અમર ગૌતમ, સુભાષ મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેન્દ્ર સેઠિયા, હરી મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ લાડિયાને નજરકેદ કરી દીધા છે. તેમણે કહ્યું કે આ સરમુખત્યારશાહી છે.

 મનિષ સિસોદીયાની ધરપકડ
તમને જણાવી દઈએ કે,  દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની આજે ધરપકડ થઈ છે. સીબીઆઈએ આજે સવારે 11 કલાકે તેમને પૂછપૂરછ માટે મુખ્યાલય બોલાવ્યાં હતા જ્યાં તેમની આઠ કલાક પૂછપરછ કરી હતી જે પછી સાંજના સમયે તેમની ધરપકડ કરી હતી. સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું. તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં તેણે કહ્યું છે કે તે (મનીષ સિસોદિયા) આબકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને કેટલીક સૂચનાઓ આપી હતી. સીબીઆઈની સિસોદીયાની આ બીજા રાઉન્ડની પૂછપરછ છે. 

AAPના બીજા મોટા નેતાની ધરપકડ
ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની પણ ધરપકડ કરી હતી. જૈન હાલમાં દિલ્હીન તિહાડ જેલમાં બંધ છે અને હવે આપના બીજા મોટા નેતાઓની ધરપકડ કરાઈ છે.  

અબજો રૂપિયાના કૌભાંડમાં વડાપ્રધાનના મિત્રો સામેલઃ કેજરીવાલ
કેજરીવાલે એક ટ્વિટમાં સવાલ કર્યો હતો કે જે લોકો ગરીબ બાળકોને સારું શિક્ષણ આપે છે અને તે બાળકોનું ભવિષ્ય બનાવે છે તે કેવી રીતે જેલમાં છે અને અબજોના કૌભાંડો કરનારા વડા પ્રધાનના નજીકના મિત્રો છે, તે દેશ કેવી રીતે પ્રગતિ કરી શકે છે.

આખો દેશ સિસોદીયા સાથે-પંજાબ સીએમ
પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનએ રવિવારે કહ્યું કે, દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સીબીઆઇએ તેમની પૂછપરછ કરતા સત્ય માટે લડી રહેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સાથે આખો દેશ ઉભો છે. માનએ ટ્વીટ કર્યું, "મનીષ જી તમે સત્ય માટે લડી રહ્યા છો, આખો દેશ તમારી સાથે છે ... લાખો બાળકોનો પ્રેમ તમારી સાથે છે. "આપણે બધા એ માણસની સાથે છીએ જેણે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ