બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Aadhaar યુઝર્સ માટે UIDAIનો મોટો નિર્ણય, હવે 31 ડિસેમ્બર સુધી શરૂ રહેશે આ સર્વિસ

તમારા કામનું / Aadhaar યુઝર્સ માટે UIDAIનો મોટો નિર્ણય, હવે 31 ડિસેમ્બર સુધી શરૂ રહેશે આ સર્વિસ

Jinal Chauhan

Last Updated: 01:20 PM, 5 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર કાર્ડ ધરાવતા કરોડો લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. UIDAIએ ઈમેલ આઈડી અપડેટ કરવાની પ્રક્રિયાને વધુ સરળ અને સસ્તી બનાવી છે.

હવે આધાર સાથે જોડાયેલા ઈમેલ આઈડી અપડેટ કરવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. UIDAI દ્વારા શરૂ કરાયેલી નવી સુવિધા હેઠળ 31 ડિસેમ્બર 2026 સુધી ઈમેલ અપડેટ કરવાની સેવા સંપૂર્ણપણે મફત રહેશે. ખાસ વાત એ છે કે આ કામ હવે ઘર બેઠાં મોબાઇલ ફોનથી જ થઈ શકશે.

હવે ઈમેલ અપડેટ માટે નહીં ચૂકવવી પડે ફી

અગાઉ આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવા માટે આશરે 75 રૂપિયા અને GSTનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ હવે UIDAIએ આ ચાર્જ સંપૂર્ણપણે માફ કરી દીધો છે. આ નવી વ્યવસ્થાથી આધારધારકો કોઈપણ ખર્ચ વગર પોતાની જૂની ઈમેલ બદલી શકશે અથવા નવી ઈમેલ આઈડી આધાર સાથે લિંક કરી શકશે.

ADHAAR-CARD

આધાર સેવા કેન્દ્ર જવાની જરૂર નહીં

UIDAIના Aadhaar Mobile App દ્વારા હવે અનેક સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ બની રહી છે. ઈમેલ અપડેટ કરવાની સુવિધા પણ તેમાં સામેલ કરવામાં આવી છે. આ કારણે લોકોને આધાર કેન્દ્ર સુધી જવાની જરૂર નહીં પડે અને થોડા સરળ સ્ટેપ્સમાં જ મોબાઇલ પરથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. સાથે જ આધાર કેન્દ્રો પરનો ભાર પણ ઓછો થશે.

ઈમેલ આઈડી અપડેટ રાખવુ કેમ જરૂરી?

આજના ડિજિટલ યુગમાં ઈમેલ આઈડી અનેક સરકારી અને ખાનગી સેવાઓ માટે મહત્વપૂર્ણ બની ગઈ છે. બેન્કિંગ, વીમા, સરકારી યોજનાઓ, ઓનલાઈન વેરિફિકેશન તેમજ વિવિધ નોટિફિકેશન માટે ઈમેલનો ઉપયોગ થાય છે. આધાર સાથે યોગ્ય ઈમેલ જોડાયેલી હોય તો મહત્વપૂર્ણ અપડેટ્સ અને માહિતી સમયસર મળી રહે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ Metaને કેન્દ્રની નોટિસ, માંગ્યો જવાબ, આપ્યો 7 જ દિવસનો સમય

31 ડિસેમ્બર 2026 સુધી મળશે મફત સુવિધા

UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે આ સેવા 31 ડિસેમ્બર 2026 સુધી નિઃશુલ્ક રહેશે. એટલે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ આધારધારક પોતાના મોબાઇલ એપ દ્વારા ઈમેલ આઈડી અપડેટ કરી શકશે અને તેના માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

મોબાઇલ એપથી કેવી રીતે કરશો ઈમેલ અપડેટ?

સૌપ્રથમ સ્માર્ટફોનમાં UIDAIનું અધિકૃત Aadhaar App ડાઉનલોડ કરો. ત્યારબાદ આધાર નંબરની મદદથી લોગિન કરો અને જરૂરી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો. લોગિન થયા પછી "Update Email" અથવા "Update Aadhaar Details" વિકલ્પ પસંદ કરો. અહીં નવી ઈમેલ આઈડી દાખલ કરીને વિગતો ચકાસો અને રિક્વેસ્ટ સબમિટ કરો. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને Service Request Number (SRN) મળશે, જેના દ્વારા તમે અપડેટની સ્થિતિ ઓનલાઈન ટ્રેક કરી શકશો. UIDAIની આ નવી સુવિધાથી આધાર સંબંધિત કામગીરી વધુ સરળ, ઝડપી અને સંપૂર્ણ ડિજિટલ બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Email Update UIDAI News,
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ