બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Metaને કેન્દ્રની નોટિસ, માંગ્યો જવાબ, આપ્યો 7 જ દિવસનો સમય
Last Updated: 01:01 PM, 5 July 2026
ભારત સરકારે મેટાની માલિકીની સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ સામે નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સંબંધિત સામગ્રી (CSEAM) જોવા મળવાના મુદ્દે કેન્દ્ર સરકારે મેટાને સત્તાવાર નોટિસ જારી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે કંપની પાસેથી આ સમગ્ર મામલે સાત દિવસની અંદર વિગતવાર જવાબ માંગ્યો છે. સરકારના આ પગલાને ઓનલાઈન પ્લેટફોર્મ પર ગેરકાયદેસર અને હાનિકારક સામગ્રી સામેની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)એ મેટાને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સંબંધિત સામગ્રી (CSEAM)ને પ્રોત્સાહન આપતી અથવા તેની ઍક્સેસ સુલભ બનાવતી તમામ જાહેરાતો અને અન્ય સામગ્રીને તાત્કાલિક દૂર કરવામાં આવે અથવા બ્લોક કરવામાં આવે. સરકારનું કહેવું છે કે આવા પ્રકારની સામગ્રી કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને ડિજિટલ પ્લેટફોર્મની જવાબદારી છે કે તે પોતાના પ્લેટફોર્મ પર આવી સામગ્રીને રોકવા માટે અસરકારક પગલાં ભરે.
ADVERTISEMENT
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇન્સ્ટાગ્રામનો ખૂબ મોટો યુઝર બેઝ છે. ખાસ કરીને યુવાનોમાં આ એપ ખૂબ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામની રીલ્સ સુવિધા લાખો લોકો માટે મનોરંજન અને માહિતીનું મહત્વનું માધ્યમ બની ગઈ છે. આ જ કારણથી અનેક કંપનીઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓના માર્કેટિંગ તેમજ બ્રાન્ડ પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતો આપે છે. આવા સમયે પ્લેટફોર્મ પર ગેરકાયદેસર અથવા સંવેદનશીલ સામગ્રી સંબંધિત ફરિયાદો સામે આવતા સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT
મેટા માટે આ પહેલો પડકાર નથી. થોડા દિવસો અગાઉ પણ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વોટ્સએપના યુઝરનેમ ફીચરને લઈને કંપનીને નોટિસ જારી કરી હતી. કંપનીએ ભારતમાં ટેસ્ટિંગ ફીચર તરીકે વોટ્સએપ યુઝરનેમ રિઝર્વેશનની સુવિધા શરૂ કરી હતી, જેના સંબંધમાં પણ સરકાર દ્વારા સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું હતું. હવે ઇન્સ્ટાગ્રામ સંબંધિત નવા મુદ્દે ફરી એકવાર મેટાને સવાલોના ઘેરામાં આવવું પડ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : PF એકાઉન્ટમાં ઓછામાં ઓછી રકમ જમા ન કરવા પર શું થાય? જાણો નિયમ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓની સુરક્ષા અને ખાસ કરીને બાળકોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેથી ઇન્સ્ટાગ્રામને CSEAM સંબંધિત તમામ જાહેરાતો અને સામગ્રી તાત્કાલિક દૂર કરવા તેમજ સાત દિવસની અંદર આ મુદ્દે વિગતવાર જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. હવે મેટા સરકારની નોટિસનો શું જવાબ આપે છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.