બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / A video made a mockery of the cleanliness drive! Hypocrisy of leaders in the name of cleanliness, when will the practice of this display be cleaned?
Last Updated: 08:55 PM, 7 December 2023
ADVERTISEMENT
સ્વચ્છતા એ કોઈ જડ પ્રક્રિયા નહીં પણ જાત અનુભવ કરવાની વસ્તુ છે. સ્વચ્છતા એક એવી વસ્તુ છે કે જેને આપણે ભગવાનની નજીક ગણીએ છીએ. કદાચ એટલે જ સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર વહેતુ થયું હશે. દેશના પ્રધાનમંત્રીએ અતિ સુંદર શબ્દ આપ્યો છે જે શબ્દ છે સ્વચ્છાગ્રહી. પરંતુ હજુ સ્થિતિ એવી બને છે કે સ્વચ્છતાને સાચા અર્થમાં સમજવી અને તેને પચાવવી એ બંને વસ્તુમાં આપણને વાર લાગશે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં વિનમ્ર અપીલ કરી કે દરેક સાંસદ, ધારાસભ્ય અઠવાડિયાના એક દિવસ એક કલાક માટે શ્રમદાન કરે. આણંદમાં શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અંતર્ગત આવું જ સફાઈ અભિયાન એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે યોજાયું પણ એક વાયરલ વીડિયોએ સમગ્ર અભિયાનને જાણે કે મજાકનું પાત્ર બનાવી દીધું.
ADVERTISEMENT
વાયરલ વીડિયો
એક વીડિયો વાયરલ થયો જેમાં નેતાના આવતા પહેલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં કચરો નાંખવામાં આવતો હતો અને એવો દાવો હતો કે આ જ કચરો કચરાપેટીમાં નેતાઓ દ્વારા ફેંકવામાં આવતો હતો. સામસામે ખુલાસાઓ પણ આવ્યા છે. સાંસદ અને ધારાસભ્યની વાત માનીએ તો આવું કૃત્ય બદઈરાદાપૂર્વક કોઈએ કર્યુ છે અને સરકારને આ મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી છે. હવે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનમાં સૌ કોઈ પોતાની રીતે યોગદાન આપી રહ્યું છે ત્યારે આવા સારા અભિયાનને માત્ર દંભ તરીકે જોતા લોકોને ઓળખવા કઈ રીતે. જો સાંસદ અને ધારાસભ્યની આણંદના કિસ્સામાં વાત માનીએ અને તેમનો ઈરાદો ખરેખર સફાઈ અભિયાનમાં જોડાવાનો જ હતો તો પછી એવા મલિન ઈરાદા કોના હતા જે આવા નિર્મળ અભિયાનને ઠેસ પહોંચાડનારા હતા. સ્વચ્છતાના નામે દંભ કેમ અને કેટલો થઈ રહ્યો છે અને આવા લોકોને ઓળખવા કઈ રીતે.
સ્વચ્છતાને સાચા અર્થમાં સમજી શક્યા નથી
સ્વચ્છતાના નામે દંભ ઉજાગર થયો છે. લોકો હજુ સ્વચ્છતાને સાચા અર્થમાં સમજી શક્યા નથી તેમજ સરકારના જવાબદારો માટે સ્વચ્છતા એક નાટક બનીને રહી ગઈ. સફાઈ અભિયાન હવે ફોટો સેશન જેવા બની ગયા છે. દેખાડા પૂરતું કામ થાય છે પછી પરિસ્થિતિ ઠેરની ઠેર છે. સ્વચ્છતા માટે કામ કરનારા કરતા બગાડનારા વધુ છે. નેતાઓ જ દેખાડો કરે તો લોકો શું શીખે તે મહત્વનો સવાલ?
ADVERTISEMENT
આણંદમાં શું બન્યું હતું?
સ્વચ્છતા અભિયાનના નામે આણંદમાં જાણે કે નાટક ભજવાયું છે. એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે ધારાસભ્ય અને સાંસદ સફાઈ કરતા જોવા મળ્યા. ધારાસભ્ય યોગેશ પટેલ અને સાંસદ મિતેષ પટેલે સફાઈ કરી અને આ ઘટનાનો અગાઉનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા પોલ ખુલી ગઈ. સફાઈ અભિયાન પહેલા જે તે જગ્યાએ કચરો નાંખવામાં આવ્યો હતો. નેતાઓ અગાઉથી નાંખેલો કચરો ઉપાડીને કચરાપેટીમાં ફેંકતા હતા
સફાઈ એજન્સી અને એસ.ટી.નિગમનો તર્ક
અમે લોકોને સમજાવવા માટે કચરો નાંખ્યો હતો અને અમે લોકોને સ્વચ્છતા અંગે મેસેજ આપવા માંગતા હતા. કચરો નાંખવાનો હેતુ એ હતો કે લોકો ગંદકી ન કરવા સમજ કેળવે તેમજ કચરો નાંખીને એ બતાવવું હતું કે બસ સ્ટેન્ડ કેટલું ગંદુ દેખાય છે? અમે થોડો સૂકો કચરો અને ભીનો કચરો નાંખ્યો હતો. નેતાઓ સફાઈ અભિયાન માટે આવવાના છે એવી સફાઈ એજન્સીને જાણ નહતી. એસ.ટી.નિગમે પણ સ્વીકાર્યું કે વાયરલ વીડિયોથી ખોટો મેસજ ગયો છે. સફાઈ એજન્સી સામે વિભાગીય કાર્યવાહીની ખાતરી આપી છે.
ADVERTISEMENT
ધારાસભ્ય અને સાંસદે શું કહ્યું?
વાયરલ વીડિયોથી ખોટો મેસેજ ગયો છે. કચરો અગાઉથી નાંખનાર સામે કાર્યવાહી થાય. PMની અપીલ મુજબ અમે એક દિવસ શ્રમદાન માટે આપ્યો હતો. સફાઈ એજન્સી કે એસ.ટી.નિગમે આવું કર્યું હોય તો કાર્યવાહી થવી જોઈએ. અમે વાહનવ્યવહાર મંત્રીને પણ રજૂઆત કરી છે તેમજ અમારો ઈરાદો કંઈ ખોટું કરવાનો નહતો. શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અંતર્ગત અમે સફાઈ કરવા ગયા હતા
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.