ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A house caught fire at midnight in Anjar, the lives of 3 members were barely saved
ADVERTISEMENT
ADVERTISEMENT
કચ્છના અંજારમાં એક પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. અંજારના ખોખરા ગામનો આ બનાવ છે. ગામના એક મકાનને આગ લગાવવામાં આવી જેમાં પરિવારના 3 સભ્યો સૂતા હતા. જો કે બુમાબુમ થતા પિતા આવી જતા ત્રણેય સભ્યોનો બચાવ થયો હતો. ઘટનાને પગલે પરિવારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
અંગત અદાવતમાં ઘર સળગાવ્યું
ઘટના પાછળનું કારણ અને જવાબદાર કોણ તે જાણી શકાયું નથી પરંતુ પ્રેમ લગ્નની અદાવતમાં પરિવારને સળગાવવાનો પ્રયાસ થયો હોવાની પરિવારે આશંકા સેવી છે. 10 મહિના પહેલા જ પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે હાલમાં ત્રણેયને ભૂજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પરિવારના સભ્યએ વાત કરતા જણાવ્યું કે 29 તારીખે રાતે બે વાગે આ ઘટના બની. જે વિરોધ પક્ષે કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી. મારા બે છોકરા અને ઘરવાળીને મારી નાંખવાનો પ્રયત્ન હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
10 મહિના પહેલા પુત્રએ કર્યા હતા પ્રેમલગ્ન
ઘટનાને પગલે અંજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હાલમાં પરિવારનું નિવેદન લઇને શંકાસ્પદ સામે સકંજો કસ્યો છે. આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ