ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / A Cup Of Masala Tea Can Be Helpful For Weight Loss

સ્વાસ્થ્ય / ચાના રસિકો, વજન ઉતારવા માટે ઘરે જ બનાવો આ મસાલેદાર ચા

Published By: Juhi

Last Updated: 01:20 PM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા એવા લોકો હોય છે જે ચા પીવાના શોખીન હોય છે પરંતુ વજન ઉતારવા માટે ગ્રીન ટી પીતા હોય. મસાલા ચના શોખીનોનો ગ્રીન ટી પીવી પડે તે કેટલું કષ્ટદાય હોય છે. માથું દુખતુ હોય કે ગળું ખરાબ હોય એક કપ મસાલા ચા તમામ પ્રકારના મૂડને ઠીક કરી દે છે.

ADVERTISEMENT

પરંતુ શું તમે પણ વજન ઉતારવા માટે મસાલા ચા છોડીને ગ્રીન ટી પી રહ્યા છો, તો તમને જાણીને નવાઇ લાગશે કે, જો આ રીતે મસાલા ચા પીશો છો વજન ઉતાવવામાં મદદ મળશે... 

મસાલા ચા બનાવવા માટે સામગ્રી:

10 લવિંગ
15 ઈલાયચી
3 ટેબલસ્પૂન કાળા મરી
3 ટેબલસ્પૂન વરિયાળી 
1 આખું તજ
અડધી ટેબલસ્પૂન સૂંઠ

 

બનાવવાની રીત:

સૂંઠ અને તજ સિવાયના બાકીના મસાલાને બે મિનિટ માટે શેકી લો. હવે તજ ઉમેરો અને 30 સેકન્ડ સુધી શેકો. ગેસ બંધ કરો. હવે સૂંઠ ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ ઠંડું પડે ત્યાં સુધી મિક્સરમાં વાટી લો. બરાબર ભૂકો થઇ જાય ત્યાં સુધી મિક્સરમાં ફેરવો. તૈયાર છે ચાનો સ્પેશિયલ મસાલો. હવે જ્યારે પણ ચા બનાવો ત્યારે એક અડધી ચમચી આ આ મસાલો ઉમેરો.

વજન ઉતારવા માટે કેવી રીતે મદદરૂપ:

તજ: શરીરના ગ્લુકોઝના લેવલને નિયંત્રણ રાખવા માટે તજ જરૂરી છે,. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટરી ઇન્ફેલેમિટરી તત્વો મેટાબોલિઝમ સુધારવામાં મદદરૂપ થાય છે.

લવિંગ: ચામાં સુંગધ ઉમેરવાની સાથે સાથે આંતરડાની ક્રિયા સુધારે છે. સાથે જ ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખે છે.

કાળા મરી: આમાં રહેલું પાઇપેરિન નામનું તત્વ મેટાબોઝિમ સુધારે છે અને શરીરમાં ચરબીનો સંગ્રહ થતા રોકે છે. જેથી વજન ઉતારવાની પ્રક્રિયા ઝડપી બને છે.

વરિયાળી: શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢવાની સાથે વરિયાળીમાં રહેલું ફાયબર લાંબા સમય સુધી પેટ ભરેલુ રાખે છે. જેથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટવામાં સરળતા રહે છે.

ઇલાયચી: ઇલાયચીમાં મેલેટોનિન નામનું પોષક તત્વ રહેલુ છે જે શરીરમાં ચરબી બાળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. 

આ બધા જ મસાલામાં ચરબી ઓગળવાના ગુણો રહેલા છે સાથે જ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ચા બનાવતી વખતે ખાંડ કે મધ ન નાખવું કારણકે બંનેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે.

નોંધ : આર્ટિકલમાં આપેલી તમામ માહિતીને અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કથી લેજો.

સંકળાયેલા મુદ્દાઓ

Heatlh Tea lifestyle weight loss Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ