ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8માં પગારપંચમાં કેટલું વધશે પેન્શન? કેલ્ક્યુલેશનથી સમજો આખું ગણિત

તમારા કામનું / 8માં પગારપંચમાં કેટલું વધશે પેન્શન? કેલ્ક્યુલેશનથી સમજો આખું ગણિત

Published By: Nidhi Panchal

Last Updated: 04:55 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8મા પગાર પંચને લઈને કામ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે અને કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓ કમિશન સમક્ષ રજૂ કરી રહ્યા છે. પેન્શન વધારાને લઈને પણ અનેક અંદાજ સામે આવ્યા છે, જેમાં 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો નિવૃત્ત કર્મચારીઓને મોટો લાભ મળી શકે છે

ADVERTISEMENT

8મા પગાર પંચ (8th Pay Commission)ને લઈને મહત્વપૂર્ણ પ્રક્રિયા હવે ઝડપથી આગળ વધી રહી છે. દેશના અનેક શહેરોમાં પગાર પંચના પ્રતિનિધિઓ અને કર્મચારી સંગઠનો વચ્ચે બેઠકો યોજાઈ રહી છે. આ બેઠકો દરમિયાન કર્મચારીઓ તેમજ પેન્શનરોએ પોતાની વિવિધ માંગણીઓ કમિશન સમક્ષ રજૂ કરી છે. હવે કમિશન તમામ રજૂઆતો અને સૂચનોના આધારે પોતાનો અંતિમ અહેવાલ તૈયાર કરશે. ત્યારબાદ પગાર અને પેન્શનમાં કેટલો વધારો કરવો તે અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર અને મંત્રીમંડળ દ્વારા લેવામાં આવશે.

pagar panch

હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે મુજબ પેન્શન વધારાને લઈને વિવિધ અંદાજ સામે આવ્યા છે. આ અંદાજ કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓના આધારે છે. એવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર પણ આ જ સ્તરની આસપાસ પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. જોકે, અંતિમ નિર્ણય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.

મૂળભૂત પેન્શન હાલમાં ₹9,000 પ્રતિ માસ

જો 7મા પગાર પંચ હેઠળની સ્થિતિની વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પેન્શન હાલમાં ₹9,000 પ્રતિ માસ છે, જે ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવ્યું છે. જોકે, કર્મચારી સંગઠનોએ પેન્શનમાં વધુ વધારો કરવાની માંગણી કરી છે. વાસ્તવિક વધારો સંપૂર્ણપણે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતા ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે.

સરકાર સમક્ષ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરવાની માંગ

નેશનલ કાઉન્સિલ-જેસીએમ (NC-JCM)ના સ્ટાફ પક્ષે સરકાર સમક્ષ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરવાની માંગ કરી છે. જો સરકાર આ માંગણી સ્વીકારી લે છે, તો નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં લગભગ 3.83 ગણો વધારો થઈ શકે છે. જોકે, આ હાલમાં માત્ર માંગણી અને અંદાજના આધારે કરવામાં આવેલી ગણતરી છે અને સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કર્મચારીનું પેન્શન વધીને અંદાજે ₹34,470 પ્રતિ માસ થઈ શકે

જો વર્તમાન પેન્શનના આધારે સંભવિત વધારાની વાત કરીએ તો હાલમાં ₹9,000 પેન્શન મેળવનાર નિવૃત્ત કર્મચારીનું પેન્શન વધીને અંદાજે ₹34,470 પ્રતિ માસ થઈ શકે છે. જો કોઈ હાલમાં ₹10,000 પેન્શન મેળવી રહ્યા છે તો તેમનું ભવિષ્યનું પેન્શન ₹38,000થી વધુ થઈ શકે છે. તેવી જ રીતે હાલમાં ₹20,000 પેન્શન મેળવનાર કર્મચારીનું પેન્શન વધીને અંદાજે ₹76,600 સુધી પહોંચી શકે છે.

મેળવનારા નિવૃત્ત કર્મચારીઓ માટે પણ આ અંદાજ મહત્વપૂર્ણ

ઉચ્ચ પેન્શન મેળવનારા નિવૃત્ત કર્મચારીઓ માટે પણ આ અંદાજ મહત્વપૂર્ણ છે. જો હાલમાં કોઈને ₹30,000 પેન્શન મળે છે તો 8મા પગાર પંચ હેઠળ તે વધીને અંદાજે ₹1,14,900 થઈ શકે છે. હાલમાં ₹40,000 પેન્શન મેળવનારનું પેન્શન વધીને અંદાજે ₹1,53,200 થઈ શકે છે. જ્યારે હાલમાં ₹50,000 માસિક પેન્શન મેળવનાર નિવૃત્ત કર્મચારીનું પેન્શન વધીને અંદાજે ₹1,91,500 પ્રતિ માસ થઈ શકે છે.

આ પણ વાંચો : રિમોટના સેલને દાંતથી દબાવવાથી ચાલે છે વધુ દિવસ? જાણો આ ટ્રિકનું સાચું સત્ય

જો કે, અહીં આપવામાં આવેલી તમામ રકમો કર્મચારી સંગઠનોની માંગણીઓ અને 3.83 ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરવામાં આવેલા અંદાજ પર આધારિત છે. 8મા પગાર પંચનો અંતિમ અહેવાલ રજૂ થયા બાદ સરકાર અને મંત્રીમંડળ જે નિર્ણય લેશે તેના આધારે જ પગાર અને પેન્શનમાં વાસ્તવિક વધારો નક્કી થશે. તેથી નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે હવે સરકારના અંતિમ નિર્ણય પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fitment Factor Pension Hike 8th Pay Commission

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ