બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રિમોટના સેલને દાંતથી દબાવવાથી ચાલે છે વધુ દિવસ? જાણો આ ટ્રિકનું સાચું સત્ય
5 ફોટો ગેલેરી
Last Updated: 04:51 PM, 11 August 2026
1/5
ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે ટીવી કે એસીનું રિમોટ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે લોકો સૌથી પહેલાં રિમોટના પાછળના ભાગને પછાડે છે અથવા તેમાં રહેલા સેલ (બેટરી) ને બહાર કાઢીને સાફ કરે છે અને દાંત વડે દબાવીને ફરીથી મૂકી દે છે. લોકોને એવું લાગે છે કે આમ કરવાથી રિમોટ ફરી કામ કરવા લાગશે અને સેલ લાંબા સમય સુધી ચાલશે. પરંતુ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આ દાંતથી દબાવવા અને રિમોટ પછાડવાના જુગાડની પાછળ એક અલગ જ હકીકત રહેલી છે.
2/5
ટીવી જોતી વખતે અચાનક રિમોટ બંધ થઈ જાય ત્યારે લોકો નવો સેલ નાખવાને બદલે તરત જ દેશી રીતો અપનાવે છે. કેટલાક લોકો રિમોટને સોફા કે હાથ પર પછાડે છે, કેટલાક સેલને એકબીજા સાથે ઘસે છે કે જમીન પર મારે છે, તો વળી કેટલાક લોકો સેલને દાંત વડે ચાવે છે કે દબાવી દે છે. લોકોનો તર્ક હોય છે કે થોડો પીચકાઈ ગયેલો સેલ થોડા દિવસ વધુ કામ આપે છે.
3/5
રિમોટને થાપડવાથી કે હળવો ઝટકો આપવાથી તે થોડા સમય માટે ચાલુ થઈ શકે છે. પરંતુ આનાથી બેટરીમાં નવી ઊર્જા પેદા થતી નથી. ઝટકો આપવાથી બેટરી અને રિમોટના મેટલ કોન્ટેક્ટ (ધાતુની સપાટી) થોડા હલે છે, જેનાથી તેના પર બનેલી ઓક્સાઈડ કે કચરાની પાતળી પરત તૂટી જાય છે અને વિદ્યુત સંપર્ક (ઈલેક્ટ્રિકલ કોન્ટેક્ટ) સુધરે છે. જેથી બગડેલો સંપર્ક અસ્થાયી રૂપે ઠીક થઈ જાય છે.
4/5
5/5
દાંત વડે સેલને દબાવવાનો જુગાડ ગમે તેટલો લોકપ્રિય હોય, પરંતુ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સેલને દાંતથી દબાવવાથી તેની બહારની સીલ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. જો સેલમાં કાણું પડી જાય કે લિકેજ થાય તો શોર્ટ-સર્કિટ અથવા તો કેમિકલ મોંમાં જવાનું જોખમ ઊભું થાય છે. બેટરી સેફ્ટી ગાઈડલાઈન્સમાં સેલને ક્યારેય પ્રેસ કરવા, વાળવા કે પંચર ન કરવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ