બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 7th pay commission modi govt DA hike 3 percent employees and pensioners

મોંઘવારીમાં મોટી રાહત / કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને બલ્લે-બલ્લે, મોંઘવારી ભથ્થામાં મોદી સરકારે કર્યો આટલાં ટકાનો વધારો

Last Updated: 02:47 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં ફરીથી એક વાર વધારો કર્યો છે. આ વખતે DAમાં સરકાર દ્વારા 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

  • મોંઘવારીથી પરેશાન કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ
  • કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો
  • 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે

મોંઘવારીથી પરેશાન કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી રાહત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 જાન્યુઆરી, 2022 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 3% નાં વધારાને મંજૂરી આપી દીધી છે. અગાઉ ઓક્ટોબર 2021 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28% થી વધારીને 31% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વધારા બાદ DA વધીને 31 ટકા થઈ જશે.

કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને 31 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે તેમાં 3 ટકાનો વધારો કરીને તેને 34 ટકા કરી દીધું છે. કેન્દ્રીય કર્મચારીઓને એપ્રિલનાં પગારની સાથે-સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં કર્મચારીઓને છેલ્લાં 3 મહિનાનું તમામ એરિયર્સ પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 73,440 રૂપિયાથી લઈને 2,32,152 20 રૂપિયા સુધીના એરિયર્સનો લાભ મળશે.

લાખો કર્મચારીઓને થશે ફાયદો

એક અંદાજ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 10,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. સરકારનાં આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. વાસ્તવમાં એવું માનવામાં આવતું છે કે, હોળી પહેલાં જ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની સરકાર જાહેરાત કરશે પરંતુ આ નિર્ણય હવે લેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

7th pay commission DA Hike Update central government employees modi government 7th Pay Commission
Dhruv
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ