બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:11 PM, 14 April 2024
રાજસ્થાનના સિકર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ફતેહપુરના આશીર્વાદ ચાર રસ્તા પાસે એક પુલ પર ટ્રકની ટક્કર વાગતાં કારમાં આગ લાગી હતી જેમાં 7 લોકો જીવતા સળગી ગયા હતા. આગ લાગ્યા બાદ કારમાં બેઠેલા તમામ લોકોને બહાર નીકળવાનો પણ ટાઈમ મળ્યો નહોતો અને તેઓ જીવતાં સળગી ગયાં હતા. કારમાં આગ લાગે તે પહેલા જોરદાર વિસ્ફોટ થયો હતો અને પછી થોડી જ ક્ષણોમાં કાર ધુમાડામાં બળીને ભડથું થવા લાગી હતી. મૃતકોમાં 2 બાળકો પણ સામેલ હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : કેનેડામાં હાહાકાર, ઓડી કારમાં ભારતીય વિદ્યાર્થીને ગોળીઓથી વીંધી નખાયો, લાશ મળી
Rajasthan horror: Collision between car, truck in Sikar results in tragic fire, claiming 6 liveshttps://t.co/oyUrfczor9#News #Topindiannews #India #Rajasthan #Sikar #Tragic #Accident pic.twitter.com/CKNFRvGaXV
— Top Indian News (@topindiannews_) April 14, 2024
ADVERTISEMENT
ફૂલ સ્પીડમાં આવતી કાર ટ્રક સાથે ટકરાઈ
કાર ખૂબ જ સ્પીડમાં હતી અને પાછળથી ટ્રક સાથે ટકરાઈ હતી આના કારણે જોરદાર વિસ્ફોટ થયો અને પછી આગ લાગી. પુલ પર સળગતી કારની તસવીરો પણ સામે આવી છે. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ચોંકી ગયા હતા.
दुःखद घटना 😔🙏
— Ashok Choudhary (@AshokjyaniSikar) April 14, 2024
चूरू-सालासर हाईवे पर दर्दनाक हादसा, 2 बच्चों समेत 7 लोग जिंदा जले...चलते ट्रक में पीछे से कार घुसी. pic.twitter.com/pruAwIV353
દર્શન કરીને પરત જતાં થયો એક્સિડન્ટ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં સવાર તમામ લોકો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના તમામ રહેવાસી રાજસ્થાનના સાલાસર બાલાજી મંદિરથી હરિયાણાના હિસાર જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "કારમાં લાગેલી આગ લગભગ અડધા કલાકમાં કાબૂમાં આવી ગઈ હતી. મૃતકોના સળગેલા મૃતદેહોને કારમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.