ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 24-Year-Old Indian Student Shot Dead Inside His Audi In Canada

ગુનો / કેનેડામાં હાહાકાર, ઓડી કારમાં ભારતીય વિદ્યાર્થીને ગોળીઓથી વીંધી નખાયો, લાશ મળી

Published By: Hiralal

Last Updated: 06:03 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યાનો બનાવ સામે આવ્યો છે.

ADVERTISEMENT

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. અમેરિકા અને કેનેડા ભારતીયો ડેથ ટ્રેપ બની રહ્યાં છે. રવિવારે કેનેડાના વાનકુવરમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઓડી કારમાં 24 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ચિરાગને ગોળીઓથી વીંધી નખાયો હતો અને તેની લાશ મળી આવી હતી. 

વધુ વાંચો : કારમાં વિદ્યાર્થી સાથે સેક્સ માણતી ઝડપાઈ પરણેલી શિક્ષિકા, પતિ સાથે બેવફાઈ

ઓડી કારમાંથી મળી લાશ 
24 વર્ષના ચિરાગ અંતિલનો મૃતદેહ તેની ઓડી કારમાંથી મળી આવ્યો છે. નજીકના લોકોની પૂછપરછ કર્યા બાદ પોલીસનું કહેવું છે કે ચિરાગની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 12 એપ્રિલે રાત્રે 11 વાગ્યાની આસપાસ સ્થાનિક લોકોએ ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસને જાણ કરી હતી. ચિરાગના ભાઈ રોમિતનું કહેવું છે કે સવારે જ્યારે તેણે ચિરાગ સાથે છેલ્લીવાર વાત કરી ત્યારે તે ઘણો ખુશ દેખાતો હતો. ત્યારપછી ચિરાગ તેની ઓડી કારમાં ક્યાંક જવા નીકળી ગયો હતો અને ત્યાર બાદ આ ઘટના બની હતી.

ચિરાગની ડેડબોડી ભારત લાવવાના પ્રયાસો તેજ 
ચિરાગનો પરિવાર તેના પાર્થિવ દેહને ભારત લાવવા માટે લોકોની મદદથી ફંડ એકઠું કરી રહ્યો છે. તેનો ભાઈ રોમિત અંતિલ કહે છે કે તે ખૂબ જ દયાળુ હતો અને તેને કોઈની સાથે દુશ્મની નહોતી. છેલ્લી વાર જ્યારે તેણે ચિરાગ સાથે વાત કરી ત્યારે તે ખૂબ જ ખુશ હતો અને તે પછી તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા. ચિરાગ સપ્ટેમ્બર 2022માં એમબીએનો અભ્યાસ પૂરો કરવા માટે વાનકુવર ગયો હતો અને તાજેતરમાં જ તેને વર્ક પરમિટ પણ મળી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Canada Student chirag murder Canada Student murder કેનેડા ચિરાગ મર્ડર Canada Student murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ