ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અમેરિકાના મહિલા ટીચર દ્વારા સગીર છોકરાઓ પર રેપની ઘટનાઓ વધી રહી છે. મોનમાઉથ કાઉન્ટીની સ્કૂલમાં પણ આવી એક ઘટના બની છે. ટ્રેન્ટનની હેમિલ્ટન હાઈસ્કૂલ વેસ્ટમાં અંગ્રેજીની શિક્ષિકા 37 વર્ષીય જેસિકા સાવિકીએ અપર ફ્રીહોલ્ડ ટાઉનશિપમાં એક સગીર વિદ્યાર્થી સાથે કારની પાછળની સીટ પર સેક્સ માણ્યું હતું. ટીચર સગીરાને પોતાની કારમાં બેસાડીને ટાઉનશીપમાં લાવી હતી અને પછી એકાંતનો લાભ લઈને કારની પાછળની સીટ પર તેની સાથે સેક્સ કરવા લાગી હતી. જંગલ ખાતાના અધિકારીઓએ બન્ને કારમાંથી નગ્ન અવસ્થામાં ઝડપ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : રહસ્ય ખુલ્યું ! આ વ્યક્તિએ સલમાનના ઘર બહાર ફાયરિંગ કરાવ્યું, બોલ્યો- 'આ તો ખાલી ટ્રેલર'
વિદ્યાર્થી સાથે પાંચ વાર સેક્સ માણ્યું
લેડી ટીચરે એવું પણ કબૂલ્યું છે કે તેણે વિદ્યાર્થી સાથે ઓછામાં ઓછી પાંચ વાર સેક્સ માણ્યું છે. આરોપી લેડી ટીચર પરિણીત છે અને તે વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધમાં હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ટીચર અને સ્ટુડન્ટે કારની પાછળની સીટ પર પણ સેક્સ માણ્યું હતું. ફરિયાદમાં વિદ્યાર્થીની ઉંમર આશરે 16 વર્ષ જણાવવામાં આવી છે.
ADVERTISEMENT
અમેરિકામાં મહિલા ટીચરોનો વિદ્યાર્થી સાથેના સંબંધની ઘટનાઓ વધી
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છેલ્લાં ઘણા સમયથી મહિલા ટીચરોના વિદ્યાર્થી સાથેના સંબંધની ઘટનાઓ વધી રહી છે. મહિલાઓ ટીચરો હવસ સંતોષવા સગીર છોકરાઓ પર રેપ કરતી હોવાની પણ ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ