બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Lawrence Bishnoi's brother claims responsibility for firing incident at Salman Khan's house

મુંબઈ / રહસ્ય ખુલ્યું ! આ વ્યક્તિએ સલમાનના ઘર બહાર ફાયરિંગ કરાવ્યું, બોલ્યો- 'આ તો ખાલી ટ્રેલર'

Hiralal

Last Updated: 05:15 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવનાર વ્યક્તિનું નામ સામે આવ્યું છે.

બોલીવુડ એક્ટર સલમાન ખાન પર જીવનું જોખમ છે તે નક્કી છે. આ વાતનો વધુ એક વાર રવિવારે પુરાવો મળ્યો હતો. સલમાન ખાનના ઘર બહાર વહેલી સવારે ફાયરિંગ થતાં ચકચાર મચી હતી. સલમાનના ઘર બહાર કોણે ફાયરિંગ કર્યું તે વ્યક્તિનું નામ સામે આવ્યું છે આ વ્યક્તિએ એક પોસ્ટ લખીને ફાયરિંગની જવાબદારી લીધી છે. 

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી જવાબદારી 
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કથિત રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટર લખીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. અનમોલે સલમાન ખાનને ધમકી આપતા કહ્યું કે આ માત્ર ટ્રેલર છે. આગલી વખતે ઘરની બહાર ગોળીઓ નહીં લાગે. અનમોલે ફેસબુક પોસ્ટમાં કથિત રીતે લખ્યું છે કે, "ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જાંભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત." અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો જુલમ સામેનો ચુકાદો યુદ્ધ દ્વારા આવે છે, તો પછી યુદ્ધ યોગ્ય છે. સલમાન ખાન, અમે માત્ર તને ટ્રેલર બતાવવા માટે આ કામ કર્યું છે, જેથી તમે સમજો, અમારી તાકાતને વધુ ટેસ્ટ ન કરો. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. આ પછી ખાલી ઘર પર ગોળીઓ ચાલશે નહીં. '
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, "અમારી પાસે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલના નામ પર બે કૂતરા છે, જેમને તમે ભગવાન માન્યા છો." મને વધારે વાત કરવાની આદત નથી. જય શ્રી રામ, જય ભારત." અંતમાં લખ્યું છે કે, "(લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) ગોલ્ડી બ્રાર, રોહિત ગોદારા. બ્લેક જેઠેડી. 

કોણ છે અનમોલ બિશ્વનોઈ 
અનમોલ ભારતમાં વોન્ટેડ છે. રિપોર્ટ મુજબ તે અમેરિકામાં છુપાયો છે. તેને પકડવા માટે ભારતીય એજન્સીઓ કામે લાગી છે તેમ છતાં પણ હજુ તે પકડથી દૂર છે. 

સલમાનના ઘર બહાર ફાયરિંગ 
રવિવારે વહેલી સવારે બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સવારે 4.51 વાગ્યાની આસપાસ બની હતી. આમાં કોઈને ઈજા થઈ નથી. અભિનેતાના ઘરની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સલમાન ખાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઈના હીટ લિસ્ટમાં છે. લોરેન્સ ગેંગ તેની હત્યા કરવા માગે છે. જ્યારે સલમાન ખાને ફિલ્મના શુટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાળા હરણનો શિકાર કર્યો હતો ત્યારથી લોરેન્સ ગેંગ તેની પાછળ પડી છે. લોરેન્સ રાજસ્થાનનો છે અને તેનો સમુદાય  બિશ્વનોઈ કાળા હરણને ભગવાન સમાન માને છે. ગેંગે સલમાન ખાનને માફી માગવાનું પણ કહ્યું હતું પરંતુ તેણે માફી ન માગી હોવાથી તેની હત્યા કરવા માગે છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Lawrence Bishnoi Salman Khan firing Salman Khan house firing Salman Khan house firing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ