બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / તમારા કામનું / 5G, True 5G અને 5G+ વચ્ચે શું તફાવત? જાણો આ બધામાંથી તમારા માટે કયું બેસ્ટ

તમારા કામનું / 5G, True 5G અને 5G+ વચ્ચે શું તફાવત? જાણો આ બધામાંથી તમારા માટે કયું બેસ્ટ

Last Updated: 04:48 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5G, True 5G And 5G+: જો તમે પણ રિચાર્જ કરતી વખતે 5G, True 5G અને 5G+નો ઉલ્લેખ કરો છો તો આ જાણકારી તમારા કામ આવી શકે છે. તમે આ નેટવર્કને જોઈને રિચાર્જ તો કરો છો પરંતુ તમારામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે આ નેટવર્કમાં શું ફેર હોય છે.

આજકાલ ઝડપથી બદલાતી ટેક્નોલોજીની દુનિયામાં વાયરલેસ કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી થઈ ગયું છે. 5G નેટવર્કનો ઉપયોગ હવે આખી દુનિયામાં કરવામાં આવી રહ્યો છે અને તેમાં આપણા કનેક્ટ કરવા અને ઈન્ટરનેટ યુઝ કરવાની રીતને બદલવામાં આવ્યું છે.

5g-network-speed-in-2022.jpg

પરંતુ જેમ જેમ ટેક્નોલોજી સારી થતી જઈ રહી છે આપણા મનમાં 5G સાથે જોડાયેલા અમુક સવાલ ઉભા થઈ જાય છે. જેમાં 5G, True 5G અને 5G+માં શું અંતર છે? અથવા તો 4G સ્માર્ટફોનમાં 5G સિમ કાર્ડ સપોર્ટ કરે છે કે નહીં. એવા ઘણા સવાલો ઉભા થાય છે.

5G, True 5G અને 5G+માં શું છે અંતર

આ ત્રણેય શબ્દોએ માર્કેટમાં ખૂબ જ કન્ફ્યૂઝન પેદા કર્યું છે. માટે તેના વિશે સરળ ભાષામાં સમજીએ. અહીં 5G, True 5G અને 5G+માં શું અંતર છે તેના વિશે જાણો.

5g.jpg

5G નેટવર્ક

  • આ 5G ટેક્નોલોજીનું બેસિક રૂપ છે આ 4G નેટવર્કની તુલનામાં ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ પ્રોવાઈડ કરે છે. તેના ઉપરાંત ઓછી લેન્ટેસી અને એક સાથે ઘણા ડિવાઈઝ સાથે કનેક્ટ થઈ શકે છે. આજકાલ જે 5G નેટવર્ક ઉપલબ્ધ છે. તે મોટાભાગે આ બેસિક 5G કનેક્ટિવિટી પર બેસ્ડ હોય છે.
  • આ તમને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, વીડિયો કોલિંગ, ઓનલાઈન ગેમિંગ અને અન્ય ડેટા-ઈન્ટેસિવ એપ્સને કોઈ પણ જાતની ખામ વગર ઉપયોગ કરવા દેશે.
5g.jpg

True 5G: એડવાન્સ

  • True 5G, 5Gનું એડવાન્સ વર્ઝન છે જે બેસિક 5Gની તુલનામાં વધારે સારી સ્પીડ અને ઓછી લેન્ટેસી ઓફર કરે છે.
  • True 5Gમાં વધારે ફિચર્સ શામેલ હોય છે જેમકે નેટવર્ક સ્લાઈસિંગ, જે અલગ અલગ ડેટાને અલગ અલગ નેટવર્ક્સ પર ચલાવવાની પરવાનગી આપે છે.
  • True 5Gનો યુઝ હાઈ સ્પીડ વાળા ઈન્ડસ્ટ્રિયલ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ એપ્લીકેશન autonomous vehicles અને બીજા એડવાન્સ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવે છે.
5g-3

5G+ ટેક્નોલોજી

  • 5G+, 5G ટેક્નોલોજીનું એડવાન્સ વર્ઝન છે જે હાઈ બેંડ સ્પેક્ટ્રમનો યુઝ કરે છે. જોકે તેના કવરેજ દરેક જગ્યા પર ઉપલબ્ધ નથી. 5G+ વધારે કેપેસિટી, હાઈ સ્પીડ અને ઓછી લેન્ટેસી ઓફર કરે છે.
PROMOTIONAL 13

વધુ વાંચો: નીરજ ચોપડા ગોલ્ડ જીતશે તો રિષભ પંત ફેન્સને આપશે લાખોનું ઈનામ, તમારે કરવું પડશે આ કામ

  • 5G+માં નવા ટેક્નિક્સ જેમ કે ટેરાહર્ટ્ઝ બેંકનો યુઝ કરવામાં આવશે. જે ડેટાને વધારે ઝડપથી ટ્રાન્સફર કરવાની પરવાનગી આપશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

5G True 5G 5G+
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ