બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Politics / 500 years later, Diwali is a wonderful coincidence, know the moment for auspicious fruit

દિવાળી મુહૂર્ત / 500 વર્ષ પછી દિવાળીએ સર્જાયો ખૂબ જ અદ્ભુત સંયોગ, શુભ ફળ માટે ઝટ જાણી લો મૂહુર્ત અને પૂજન વિધિ

Nirav

Last Updated: 06:34 PM, 14 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપાવલીનો તહેવાર કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવાય છે. આ દિવાળી પર વિશેષ યોગની રચના થવા જઈ રહી છે. શનિ સ્વાતિ યોગથી સર્વાર્થ સિધ્ધિ યોગની રચના થતાં આ ખાસ સંયોગ ઊભો થવા જઈ રહ્યો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવાળી પર 17 વર્ષ પછી આવેલો સર્વાર્થ સિધ્ધિ યોગ ખૂબ જ ફાયદાકારક પુરવાર થશે.

  • આ દિવાળીનો તહેવાર વિશેષ બની શકે છે 
  • સર્વાર્થ સિધ્ધિ યોગ અત્યંત ફાયદાકારક સાબિત થશે
  • દેવી સરસ્વતી, ભગવાન વિષ્ણુ, માતા કાલી અને કુબેર દેવની કરો પૂજા

ગ્રહોની યોગ : દિવાળી પર ધન અને જ્ઞાનના દાતા ગુરુ પોતાની ધનુ રાશિમાં અને શનિ પોતાની સ્વરાશિ મકરમાં રહેશે. જ્યારે શુક્રનું સ્થાન કર્કમાં રહેશે. જ્યોતિષીઓ કહે છે કે દિવાળી પર 499 વર્ષ પછી આવો સંયોગ રચાયો છે. આ અગાઉ, ગ્રહોની આવી સ્થિતિ છેલ્લે 1521 માં જોવા મળી હતી.

ક્યારે છે શુભ મુહૂર્ત?

આ દિવાળી પર પ્રદોષ કાલ સાંજે 5.30થી સાંજના 7 વાગીને 7 મિનિટ સુધી રહેશે. આ સમયગાળામાં પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પછી, નિશીથ કાલ પૂજા મુહૂર્ત રાત્રે 08 વાગ્યા થી 10.50 સુધી રહેશે. અમૃત મુહૂર્ત 10 વાગીને 33 મિનિટ થી લઈને 12 થી 11 મિનિટ સુધી હશે, જેમાં ધારકો કનકધારા સ્તોત્રના પાઠ અને શ્રી સૂક્તના પાઠ કરી શકશે. 

ક્યારે છે લાભ મુહૂર્ત?

દિવાળી પર સાંજે 5.38 થી 7.16 સુધીના લાભ મૂહુર્ત રહેશે. આ દરમિયાન દાન, ધર્મ વગેરે કાર્યો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, કરવામાં આવેલા કાર્યોનો લાભ વ્યક્તિને લાંબા સમય સુધી મળતો રહે છે. આ પહેલા અભિજીત મૂહુર્ત સવારે 11.44 થી  બપોરે 12.27 સુધી હતો. 

શું પૂજા સામગ્રી વાપરવી ?

કમળ પર બિરાજમાન લક્ષ્મી માતા,  છે, ભગવાન ગણેશની મૂર્તિ, કમળ અને ગુલાબના પાન, આખા પાનના પત્તા, રોલી, સિંદૂર અને કેસર, આખા ચોખા, સોપારી, ફળ, મીઠાઈ, દૂધ, દહીં, મધ, અત્તર અને ગંગાજળ, કલાવા, ખીલ- બતાશા, પિત્તળનો દીવો અને માટીના દીવા, તેલ, ઘી અને રૂની વાટ, કલશ, એક નાળિયેર, ચાંદીનો સિક્કો, લાલ અથવા પીળા રંગનું આસન અને ચોકીની જરૂર પડશે. 

કેવી રીતે પૂજા કરવી ?

સ્કંદ પુરાણ મુજબ કારતક માસની અમાસના દિવસે સવારે સ્નાનાદિ કાર્યોથી પરવારી તમામ દેવતાઓની પૂજા કરવી જોઈએ. સાંજે, પૂજા સ્થળે સ્વસ્તિક બનાવીને ઘરમાં લક્ષ્મી અને ભગવાન ગણેશની નવી મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ. પૂજાની જગ્યાએ રૂપિયા, સોના અથવા ચાંદીનો સિક્કો જરૂરથી મૂકવો જોઈએ. 

પાણીથી ભરેલું એક પાત્ર રાત્રે આગળ મૂકવું જોઈએ

આ પછી, મૂર્તિઓની સામે બેસીને, હાથમાં પાણી લઈને શુદ્ધિકરણ મંત્રનો જાપ કરવો, તે જળનો ભગવાનની મૂર્તિ, પરિવારના સભ્યો અને ઘરમાં છંટકાવ કરવો જોઈએ. હવે ફળો, ફૂલો, મીઠાઈઓ, દુર્વા, ચંદન, ઘી, સુકા ફળ, ઘીલ, બાચા, ચોકી, કલશ, ફૂલોના માળા વગેરેનો ઉપયોગ પૂર્ણ વિધિ વિધાન સાથે લક્ષ્મી અને ગણેશજીની પૂજા અર્ચના કરવા જોઈએ.

આની સાથે સાથે જ સરસ્વતી દેવી , ભગવાન વિષ્ણુ, કાલી માતા અને કુબેર દેવની પણ વ્યવસ્થિત રીતે પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન 11 નાના દીવા અને એક મોટો દીવો પ્રગટાવવો જોઈએ. પૂજા પછી ઘરની બહાર આંગણે દીવો મૂકો. ધ્યાનમાં રાખો કે આ દિવસે ઘરના કોઈપણ ખૂણામાં અંધકાર ન હોવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Shubh muhurat deepawali 2020 diwali muhurt shubh muhurt and puja vidhi દિવાળી લાભ મુહૂર્ત શુભ મુહૂર્ત Diwali muhurat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ