બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / 46 MLAs of Maharashtra are staying in Guwahati against the video of Eknath Shinde's discussion with MLAs.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર વિરુદ્ધ બળવો કરીને પોતાના અવાજ બુલંદ કરનારા શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ગુવાહટી પહોંચ્યા બાદ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 46 ધારાસભ્યો છે.તેની વચ્ચે વધુ એક વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેમાં એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો ચર્ચાનો વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સૂરતની હોટલમાંથી ધારાસભ્યોનો જે ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે, તેમાં તો કુલ 35 ધારાસભ્યો જ દેખાઈ રહ્યા છે.
#WATCH | Rebel Shiv Sena MLA Eknath Shinde with other MLAs at a hotel in Assam's Guwahati pic.twitter.com/xLi6JzJKhh
— ANI (@ANI) June 22, 2022
ADVERTISEMENT
એકનાથ શિંદેનો દાવો 46 MLAનું સમર્થન પણ..
ADVERTISEMENT
જો કે, સૌથી મોટો સવાલ એ છે કે, બળવાખોર એકનાથ શિંદેની સાથે શિવસેનાના કુલ કેટલા ધારાસભ્યો છે. સૂરતથી ગુવાહટી પહોંચ્યા બાદ શિંદેએ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો અહીં છે. જો કે, મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, શિંદેની સાથે રાતના લગભગ 2 વાગ્યે કુલ 41 ધારાસભ્યો સૂરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમાંથી 34 ધારાસભઅયો શિવસેનાના અને 7 અપક્ષ ધારાસભઅયો છે. જો કે, હવે સૂરતની ફાઈવ સ્ટાર હોટલમાંથી વીડિયો સામે આવ્યો છે. તેમાં એકનાથ શિંદે સાથે 35 ધારાસભ્યો દેખાઈ રહ્યા છે. હવે અન્ય 4 ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચશે જેથી સંખ્યાબળ જોતાં તેમની પાસે 39 ધારાસભ્યોનું સમર્થન છે તે વાત નક્કી છે. વધુ 6 ધારાસભ્યો જશે તેવી વાતો વહેતી થઈ છે.
#WATCH | Assam: Shiv Sena leader Eknath Shinde along with other MLAs at Radisson Blu Hotel in Guwahati last night, after 4 more MLAs reached the hotel. pic.twitter.com/1uREiDXNr5
— ANI (@ANI) June 23, 2022
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશ-સંજય રાઉતનું નિવેદન
ADVERTISEMENT
મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં શિવેસના અને તેના બળવાખોર નેતાના એક પછી એક નિવેદન સામે આવી રહ્યાં છે. હવે શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશે અને તેઓ રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું કે જરુર પડે અમે બહુમતી પણ સાબિત કરીશું.
બળવાખોર નેતા એકનાથ શિંદેએ કર્યું લેટેસ્ટ ટ્વિટ
ADVERTISEMENT
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે પાર્ટી સમક્ષ ફરી વાર એક મોટી શરત મૂકી છે. શિંદેએ આસામની હોટલમાંથી ટ્વિટ કરીને કહ્યું કે શિવસેના અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે કોઈ પણ ભોગે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા અઢી વર્ષમાં મહાવિકાસ અઘાડી સરકારે ફક્ત સાથી પક્ષોને ફાયદો પહોંચાડ્યો છે અને તેને કારણે શિવસૈનિકોને મોટું નુકશાન થયું છે. ઉદ્ધવ ઠાકરેની ઓફર બાદ એકનાથ શિંદેએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવું પડશે.
३. पक्ष आणि शिवसैनिक टिकविण्यासाठी अनैसर्गिक आघाडीतून बाहेर पडणे अत्यावश्यक.
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 22, 2022
४. महाराष्ट्रहितासाठी आता निर्णय घेणे गरजेचे.#HindutvaForever
શિંદેએ ઠાકરે સામે રાખી આ મોટી વાત
(1) છેલ્લા અઢી વર્ષમાં એમવીએ સરકારને માત્ર ઘટક પક્ષોને જ ફાયદો થયો અને શિવસૈનિકોને ભારે નુકસાન થયું.
(2) ઘટક પક્ષો વધુ મજબૂત બની રહ્યા છે, શિવસેનાને રીતસરની ધૂસણી કરવામાં આવી રહી છે.
(3) પક્ષ અને શિવસૈનિકોના અસ્તિત્વ માટે અકુદરતી મોરચેથી બહાર નીકળવું જરૂરી
(4) મહારાષ્ટ્રના હિતમાં હવે નિર્ણય લેવાની જરૂર છે
ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લોકોને કર્યાં સંબોધિત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવના માધ્યમથી મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે જો એક પણ ધારાસભ્ય તેમને મુખ્યમંત્રી તરીકે જોવા તૈયાર નથી તો તેઓ રાજીનામુ આપી શકે છે.
રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હું રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી, હું કોઇના પર નિર્ભર નથી. ભાજપ મને સતત ખરાબ કહી રહી છે. મુખ્ય પ્રધાન એમ નથી કહેતા કે તે કહેવા યોગ્ય છે. જો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભલે તેઓ રાજીનામું આપી દે, પરંતુ તેઓ પોતાની જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તેમનું કહેવું છે કે મારી જગ્યાએ જો કોઇ શિવસેનાનો મુખ્યમંત્રી બનશે તો મને ખુશી થશે. જે લોકો નારાજ ધારાસભ્યો છે તેમણે આવીને વાત કરવી જોઈએ. હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. આ મારું નાટક નથી... હું તમારી સાથે આવવા માટે તૈયાર છું... કોની પાસે કેટલું છે તેની મને પરવા નથી. જેની પાસે સંખ્યા છે તે જીતે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.