બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દારુ બનાવતી કંપનીઓના શેરમાં 3000%ની તેજી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

બિઝનેસ / દારુ બનાવતી કંપનીઓના શેરમાં 3000%ની તેજી, એક્સપર્ટે આપી ખરીદવાની સલાહ

Nirav Kumar

Last Updated: 05:53 PM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિલકનગર ઇન્ડસ્ટ્રીઝના શેર અત્યારે રોકાણકારોના ફોકસ પર છે. જેમાં બ્રોકરેજનું માનવું છે કે આગામી 24 મહિનામાં કંપનીના શેરના ભાવમાં વધુ વધારો થશે.

છેલ્લા 6 વર્ષમાં રોકાણકારોને અમીર બનાવનાર શેર તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ હાલમાં ફોકસ પર છે. તેની પાછળનું કારણ કંપનીમાં થઈ રહેલા સતત ફેરફારો છે. આ શેર પર નજર રાખતા બ્રોકરેજનું માનવું છે કે આગામી 24 મહિનામાં કંપનીના શેરના ભાવમાં વધુ વધારો થશે. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ વ્હિસ્કીથી બ્રાન્ડી તરફ વળી રહી છે, જેની ડીમાંડ વધુ છે.

  • શું કરે છે કંપની ?

તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ બ્રાન્ડી, વ્હિસ્કી, જિન, રમ અને વોડકા બનાવે છે તથા બ્રાન્ડિંગ અને વેચે કરે છે. અત્યારે આ કંપની તેના થર્ડ-પાર્ટી બોટલિંગ યુનિટ અને તેની પોતાની ફેસીલીટી દ્વારા સાઉથ ઇન્ડિયામાં ભારતમાં મજબૂત પ્રેઝન્સ ધરાવે છે. કંપની લક્ઝરી અને સુપર-પ્રીમિયમ કેટેગરીઝમાં પણ ઝડપથી એક્પેન્ડ કરી રહી છે. આ હાંસલ કરવા માટે  તે ઓર્ગેનિક લોન્ચ અને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપને આગળ ધપાવી રહી છે.

vtv app promotion

અહેવાલ મુજબ, બ્રોકરેજ વેન્ચુરા સિક્યોરિટીઝ નાણાકીય વર્ષ 2028 માં આવકમાં 54.40 ટકા, EBITDAમાં 44 ટકા વૃદ્ધિ અને નેટ પ્રોફિટમાં CAGR 11.10 ટકાનો વધારો થવાની અપેક્ષા રાખે છે. જે અનુક્રમે 5279 કરોડ, 762 કરોડ અને 315 કરોડ રૂપિયા સુધી પહોંચશે. કંપનીના શેરમાં આજે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.  આ શેર આજે 1.60 ટકા જેટલો ઘટીને 421 પર બંધ થયો હતો.

  • શેરમાં મોટો વધારો

તિલકનગર ઇન્ડસ્ટ્રીઝના શેર સોમવારે 5.57 ટકા ઘટીને 428.65 પર બંધ થયા હતા. ઓક્ટોબર 2025 માં આ કંપનીના શેર 550 રૂપિયાની 52 અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ત્યારથી કંપનીના શેરનો ભાવ 22 ટકા ઘટ્યો છે. માર્ચ 2020 મા  તિલકનગર ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ 14.30 રૂપિયા હતો. ત્યારથી, કંપનીના શેરના ભાવમાં લગભગ 3000 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન કંપનીએ તેનું રોકાણ 10,000 રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કર્યું છે.

વધુ વાંચો : ધૂળેટીએ શેર બજાર બન્યું લાલઘુમ, સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો કડાકો, 8 લાખ કરોડ સ્વાહા

વેન્ચુરા સિક્યોરિટીઝે તિલકનગર ઇન્ડસ્ટ્રીઝના શેર માટે 598 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ નક્કી કર્યો છે. બ્રોકરેજ ફર્મ માને છે કે કંપની આગામી 24 મહિનામાં આ લેવલે પહોંચશે જે તેના વર્તમાન સ્તરથી 40 ટકાનો વધારો દર્શાવે છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shares Price Tilaknagar Industries Brokerages
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ