બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ધૂળેટીએ શેર બજાર બન્યું લાલઘુમ, સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો કડાકો, 8 લાખ કરોડ સ્વાહા

બિઝનેસ / ધૂળેટીએ શેર બજાર બન્યું લાલઘુમ, સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો કડાકો, 8 લાખ કરોડ સ્વાહા

Bijal Vyas

Last Updated: 02:16 PM, 4 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોએ અંદાજે 20 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ ડરનો માહોલ છે.

શેરબજારમાં આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ભારે વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોએ અંદાજે 20 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ ડરનો માહોલ છે. દક્ષિણ કોરિયાનું બજાર કોસ્પી 8 ટકા જેટલું નીચે આવ્યુ હતું. આ સાથે જ અમેરિકી બજારોમાં પણ ગત સત્રમાં મોટા ઘટાડા સાથે બંધ આવ્યા હતા, જેની અસર આજે ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

દુનિયાના દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ અથવા 2.13% ઘટીને 78,528 પર તો નિફ્ટી 477 પોઈન્ટ અથવા 1.92% ઘટીને 24,389ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેંક અને ઓટો શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે.

આ પણ વાંચોઃ Evolve Studioને Draper University Ventures પાસેથી ભંડોળ, રિધમ યાદવનું સર્જકો માટે ઓલ-ઇન-વન પ્લેટફોર્મ ચર્ચામાં

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ ભારતીય શેરબજારમાં હોળીનો રંગ ફિક્કો પડ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડાને કારણે રોકાણકારોને ગણતરીની મિનિટોમાં અંદાજિત 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજાર ખુલતા જ ચારેબાજુ લાલ નિશાન જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે 3 માર્ચે હોળીના કારણે શેરબજારમાં રજા હતી, પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ વૈશ્વિક નકારાત્મક સંકેતોની સીધી અસર જોવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

us- israel-iran stock market sensex nifty updates
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ