બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 30 spy planes long range cruise missiles torpedoes Army Rs. 85 thousand crore defense purchases approved

દિલ્હી / 30 જાસુસ વિમાન, રોમિયો, હેલિકોપ્ટર, ટોરપીડો, એન્ટિ-સબમરીન..85 હજાર કરોડના સુરક્ષા સાધનોની ખરીદીને લીલીઝંડી

Published By: Pravin Joshi

Last Updated: 12:01 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંરક્ષણ મંત્રાલયે લગભગ 85 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આ ડીલ્સ હેઠળ 30 જાસૂસી અને પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને અન્ય ઘણી ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં આવશે. આમાં ભારે ટોર્પિડો, લેન્ડમાઈન, એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે.

  • સંરક્ષણ મંત્રાલયે લગભગ 85 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાને મંજૂરી આપી 
  • 30 જાસૂસી અને પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને ઘણી ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં આવશે
  • ટોર્પિડો, લેન્ડમાઈન, એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ વગેરેનો સમાવેશ કરાયો

સંરક્ષણ મંત્રાલયે લગભગ 85 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આ ડીલ્સ હેઠળ 30 જાસૂસી અને પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને અન્ય ઘણી ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં આવશે. આમાં ભારે ટોર્પિડો, લેન્ડમાઈન, એર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ વિવિધ સંરક્ષણ દરખાસ્તો માટે રૂ. 84,560 કરોડની જરૂરિયાત (AoN) માટે મંજૂરી આપી છે. આ કાઉન્સિલની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી. હવે અમે તમને જણાવીએ છીએ કે આ મંજૂરીથી અમારી સેનાઓ માટે કઈ વસ્તુઓ ખરીદવામાં આવશે.

Topic | VTV Gujarati

 સી-295 એરક્રાફ્ટ ખરીદવામાં આવશે

15 ટ્વિન ટર્બોપ્રોપ સી-295 એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. જેમાંથી 9 નેવી માટે અને 6 કોસ્ટ ગાર્ડ માટે હશે. ટાટા અને એરબસ મળીને આ એરક્રાફ્ટ બનાવી રહ્યા છે. આ સિવાય એરફોર્સ માટે 56 એરક્રાફ્ટ બનાવવામાં આવી રહ્યા છે. વાયુસેના અને ડીઆરડીઓએ સંયુક્ત રીતે ચીન અને પાકિસ્તાનની સરહદ પર નજર રાખવા માટે છ નેત્રા માર્ક-1એ એરબોર્ન એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી છે. આ આકાશમાં આપણી આંખો છે. ત્રણ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને કોમ્યુનિકેશન જામિંગ એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. આ એરબસ-319 એરક્રાફ્ટમાં સ્થાપિત હેવી-ડ્યુટી સેન્સર છે. આ સિવાય એરફોર્સ માટે છ એર રિફ્યુઅલિંગ ટેન્કર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે 'અગ્નિપથ' યોજનાની સમીક્ષા, એરફોર્સ અને  નેવી ચીફ પણ બેઠકમાં જોડાયા | defense minister rajnath singh is reviewing  agneepath scheme

એન્ટી ટેન્ક લેન્ડમાઈન પણ ખરીદવામાં આવશે

ભારતીય સેના માટે સૌથી મોટી ડીલ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલ (LR-LACM) માટે છે. ડીઆરડીઓ પણ આ બનાવી રહ્યું છે. આ પણ ખરીદવામાં આવશે. તેની રેન્જ 1000 કિલોમીટર છે. આ ઉપરાંત સિસ્મિક સેન્સર સાથે ફીટ કરાયેલી 45 હજાર નવી પેઢીની શક્તિશાળી એન્ટી ટેન્ક લેન્ડમાઈન પણ ખરીદવામાં આવશે. આ રિમોટ વડે વિસ્ફોટ કરી શકાય છે. નેવીને 48 ભારે વજનના ટોર્પિડોની પરવાનગી મળી છે. આ ટોર્પિડો છ કલવારી એટલે કે સ્કોર્પિન ક્લાસ સબમરીનમાં સ્થાપિત કરવામાં આવશે. આ સિવાય 24 એન્ટી સબમરીન MH-60 રોમિયો હેલિકોપ્ટર, હેલફાયર મિસાઈલ, MK-54 ટોર્પિડો અને પ્રિસિઝન કિલ રોકેટ ખરીદવામાં આવશે.

વધુ વાંચો : ISROનો 'હવા'માન કૂદકો: 'નોટી બોય'નું સફળ લોન્ચિંગ, આફતને પહેલાથી આવી રીતે ઓળખી લેશે INSAT-3DS

ડિફાઈન્ડ રેડિયોની ખરીદી માટે પ્રોક્યોરમેન્ટની મંજૂરી આપવામાં આવી

ભારતીય કોસ્ટ ગાર્ડની જરૂરિયાત મુજબ સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયોની ખરીદી માટે પ્રોક્યોરમેન્ટની મંજૂરી આપવામાં આવી છે. તે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળના એકમો વચ્ચે સીમલેસ માહિતીના વિનિમય માટે સુરક્ષિત નેટવર્કિંગ ક્ષમતા સાથે હાઇ સ્પીડ કોમ્યુનિકેશનની ભારતીય કોસ્ટ ગાર્ડની જરૂરિયાતને પૂરી કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Army Torpedoes approved cruisemissiles defense purchases spyplanes defense purchases approved

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ