બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / Politics / અમદાવાદના સમાચાર / 2 leaders of Gujarat Congress have been entrusted with important responsibility by AICC, Deepak Babria has been appointed as General Secretary of AICC.

જવાબદારી / ભરતસિંહ સોલંકીને જમ્મૂ કાશ્મીર તો આ નેતાને દિલ્હી-હરિયાણાનો પ્રભાર: ગુજરાતનાં બે નેતાઓને કોંગ્રેસે આપી મહત્વપૂર્ણ જવાબદારી

Dinesh

Last Updated: 11:52 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

politics News: ગુજરાત કોંગ્રેસના બે મોટા નેતાઓને લોકસભાની ચૂંટણીને લઈ AICCએ મહત્વની જવાબદારી સોંપી છે, દિપક બાબરિયાની AICCના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે જ્યારે ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા છે

  • ગુજરાત કોંગ્રેસના 2 નેતાઓને AICCએ મહત્વની જવાબદારી સોંપી
  • દિપક બાબરિયાની  AICCના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ
  • ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા


2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ઘણા રાજ્યોના પ્રભારીઓ બદલ્યા છે. તો કેટલાક નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના બે મોટા નેતાઓને કોંગ્રેસના હાઈકમાન્ડે મહત્વની જવાબદારી સોંપી છે. દિપક બાબરિયાની AICCના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે તેમજ દિલ્હી અને હરિયાણાના સંગઠનની પણ જવાબદારી સોપાઈ છે. જ્યારે ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વધુમાં આપને જણાવી દઈએ કે, મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. 

congress leader bharatsinh solanki coronavirus positive

AICCએ મહત્વની જવાબદારી સોંપી
 ગુજરાત કોંગ્રેસના 2 નેતાઓને લોકસભાની ચૂંટણીને લઈ AICCએ મહત્વની જવાબદારી સોંપી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ ચહેરા ભરતસિંહ સોલંકી અને દિપક બાબરિયાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવાયા છે જ્યારે દિપક બાબરિયાની  AICCના મહામંત્રી તરીકે તેમજ દિલ્હી અને હરિયાણાના સંગઠનની પણ જવાબદારી અપાઈ છે.

સચિન પાયલટને છત્તીસગઢની જવાબદારી સોંપાઈ
વધુમાં આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી વાડ્રાને યુપી કોંગ્રેસના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવ્યા છે. જો કે તેઓ મહાસચિવના પદ પર રહેશે. પ્રિયંકાના સ્થાને અવિનાશ પાંડેને યુપીની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ સચિન પાયલટને છત્તીસગઢ કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જયરામ રમેશ કોમ્યુનિકેશન, મુકુલ વાસનિકને સંગઠનના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

16 સભ્યોની મેનિફેસ્ટો કમિટિની પણ રચના, ચિદમ્બરમ છે પ્રમુખ,
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટીની રચના કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ સમિતિના કન્વીનર બનાવવામાં આવ્યા છે. આ 16 સભ્યોની સમિતિમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, જયરામ રમેશ અને શશિ થરૂર પણ સામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

AICC news Deepak Babria general secretary politics news દિલ્હી-હરિયાણાના પ્રભારી politics News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ