બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 18 november: rezang la day, rezangla war when 120 indian jawans killed 1300 chinese

શૌર્યગાથા / 18 નવેમ્બર: 120 આહિર જવાનોએ 1300 ચીનીઓને મારી બચાવ્યું હતું લદ્દાખ, આજે પણ ધ્રુજી ઉઠે છે ડ્રેગન

Published By: Parth

Last Updated: 05:02 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1962નાં યુદ્ધમાં ભારતનાં વીર જવાનોએ રેઝાંગ લામાં ચીની સૈનિકોને એવો સબક શિખવડ્યો હતો કે ચીન આજે પણ એ દિવસ યાદ કરીને થરથરી ઉઠે છે.

  • ભારતીય જવાનોએ ચીની સૈનિકોને કર્યા હતા ઠાર 
  • ભારતીય રણબંકાઓના શૌર્યને યાદ કરીને આજે પણ ધ્રૂજે છે ચીન 
  • આહિરોના બલિદાનને ભારત મા ક્યારેય નહીં ભૂલે 

ઈતિહાસના પાનાઓ પર કેટલીક તારીખો એવી હોય છે જે કાયમ માટે અંકિત થઈ જાય છે. ભારતની દ્રષ્ટીએ 18 નવેમ્બર એટલેક આજનો દિવસને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. વર્ષ 1962માં આજના જ દિવસે ચીને દક્ષિણ લદાખના ઝાંગ લામાં હુમલો કરી દીધો હતો અને આ તારીખ ભારતીય સેનાની શૂરવીરતાની સૌથી મોટું પ્રતીક બની ગઈ.

રેઝાંગ લા વોર મેમોરિયલ 

18 નવેમ્બરનો દિવસ હતો. એ 1962ની સવારે લદ્દાખની ચુશુલ ઘાટી બરફથી ઢંકાયેલી હતી. વાતાવરણમાં એક પ્રકારની ખામોશી હતી. પરંતુ આ ખામોશી લાંબો સમય ન ટકી રહી. સાડાત્રણ વાગ્યે બપોરે ઘાટીનો શાંત મહોલ અચાનક જ ગોળીબારીની રમઝટથી ગાજી ઉઠયો. મોટી માત્રામાં ગોળાબારુદ અને તોપ સાથે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીના લગભગ 6000હજાર જેટલા જવાનોએ લદ્દાખ પર હુમલો કરી દીધો હતા. 

ભારતીય ટુકડીમાં માત્ર 120 જેટલા જવાનો હતા
આ સમયે મેજર શૈતાનસિંહના નેતૃત્વ વાળી 13મી કુમાઉ રેજિમેન્ટની એક ટુકડી ચુશુલ ઘાટીમાં રક્ષણ માટે તૈનાત હતી. ભારતીય ટુકડીમાં માત્ર 120 જેટલા જવાનો હતા. જ્યારે સામે દુશ્મન ચીનની વિશાળ ફોજ હતી. અધૂરમા પૂરું વચ્ચે એક પર્વતની માત્ર ટોચ દીવાલની જેમ ઊભી હતી. એના કારણે આપણા સૈનિકોને મદદ માટે તોપ અને ગોલા બારુદ મોકલી શકાતા ન હતા.  

ચીનની વિશાળ ફોજ સામે કરવાનો હતો મુકાબલો 
120 જવાનોને પોતાની તાકાત પર જ ચીનની વિશાળ ફોજ અને હથિયારો સામે મુકાબલો કરવાનો હતો. આપણા સૈનિકો ઓછા હતા અને તેમની પાસે સાજસામાનની પણ અછત હતી. પરંતુ તેમનો હોસલો બુલંદ હતો. 13મી કુમાઉના વીર સૈનિકો દુશ્મનને જવાબ આપવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી. પરંતુ ભારતીય સેન્ય ટુકડીનું નેતૃત્વ કરી રહેલા મેજર શૈતાનસિંહને ખબર હતી કે, પોતાની હાર નક્કી છે. તેમ છતાં તે બે મિસાલ બહાદુરી દાખવી રહ્યા હતા. 

મેજર શૈતાનસિંહની ટુકડીના છેલ્લા આદમીએ છેલ્લાં રાઉન્ડ સુધી અને છેલ્લાં શ્વાસ સુધી  દુશ્મન સામે લડાઈ ચાલુ  રાખી. 13મી કુમાઉ રેજિમેન્ટની ટુકડીના 120 જવાનોએ ચીનના 1300થી  વધુ સૈનિકોને મારી નાખ્યા હતા. પરંતુ  વિશાલ સેના સામે તેઓ કેટલું ટકે? લડતા લડતાં માતૃભૂમિની રક્ષા માટે પોતાની જાતને કુર્બાન કરી દીધી. 

રેજાંગ લા યુદ્ધથી બન્યું જાણીતું
આ યુદ્ધનુ નામ રેજાંગ લા કેમ પડયું તે ઈતિહાસ રસપ્રદ છે. રેજાંગ લા જમ્મૂ-કાશ્મીર રાજ્યના લદાખ વિસ્તારમાં ચુશુલ ઘાટીનો એક પહાડી ઘાટ છે. 1962ના યુદ્ધમાં 13મી કુમાઉ ટુકડીનો આ અંતિમ મોરચો હતો આ માટે આ યુદ્ધનું નામ રેજાંગ લા યુદ્ધ એવા નામથી  ઓળખવામાં આવે છે. 

આહિર શૌર્ય દિવસ ઉજવાયો 
13મી કુમાઉના આ  120 વીર જવાનો દક્ષિણ હરિયાણાના અહીરવાલ ક્ષેત્ર એટલે કે ગુડગાંવ, રેવાડી, નરનૌલ, અને મહેદ્રગઢ જિલ્લાના હતા તેમની યાદમાં દર વર્ષે રેજાંગ લા શોર્ય દિવસ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ વર્ષે  રાજકોટમાં પણ આ વીર આહીર  શહીદોના બલિદાન દિવસની યાદમાં આહિર શૌર્ય દિવસ ઉજવાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને રે જાંગ લા યુદ્ધમાં ભાગ લીધેલા  હયાત સૈનિકોનું સ્વાગત કર્યું હતું.  

સંકળાયેલા મુદ્દાઓ

1962 war Rezang La indian army major shaitan singh rezang la day Indian army

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ