ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી જાડેજા સહિત 18 IAS ની બદલી
Last Updated: 11:50 PM, 3 May 2025
ADVERTISEMENT
રાજ્યમાં ફરી IAS અધિકારીઓની બદલીનો ઘાણાવો કાઢવામાં આવ્યો છે. આ બદલીમાં ઉડીને આંખે વળગે તેવું એક નામ છે ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી જાડેજા. પહેલા પોતાની દબંગ કામગીરીથી લોકોને તથા ભાજપને પ્રભાવિત કરનાર પછી દિનુ બોઘા સામે બાંયો ચઢાવનાર ડી.ડી જાડેજા આખરે બદલીના ખપ્પરમાં હોમાઇ ગયા છે. 3 મે 2025ના ગુજરાતના 18 IASની એક સાથે બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં જ એક સાથે 59 IAS ની બદલી થઇ હતી
ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જ્યારે 5 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યાર બાદ 21 ફેબ્રુઆરીના રોજ બે IAS અધિકારી મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાની અલગથી બદલી કરવામાં આવી હતી. જ્યારે એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
જાણો કોની ક્યાં બદલી કરવામાં આવી
- ગીર સોમનાથના કલેક્ટર ડી.ડી. જાડેજાની સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
- સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એન.વી. ઉપાધ્યાયની ગીર સોમનાથના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
- જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન વી. સાંગવાનની ગાંધીનગર રોજગાર અને તાલીમ નિયામક તરીકે બદલી કરવામાં આવી છે
ADVERTISEMENT
- મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (SPIPA)ના નાયબ નિયામક સી.સી. કોટકની અમદાવાદના સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે.
- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સંયુક્ત સચિવ કુમારી વી. આઈ. પટેલને ફાઇનાન્સ બોર્ડ તરીકે નિમણૂક માટે અધિક શહેરી વિકાસ કમિશનર અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ